પાટણ તા. 16 સરસ્વતી તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા સરકાર સાથે એક વર્ષ અગાઉ 14 મુદ્દાનો કાર્યક્રમ રજૂ કરવામાં આવેલ હતો. તેમાં 11 મુદ્દા નું સરકાર દ્વારા સમાધાન કરવામાં આવ્યું હતું જયારે બાકીના રહેલ મહત્વ નાં અને મુખ્ય મુદ્દા જેવા કે શિક્ષકોને ઓપીએસ ઓલડ પેન્શન સ્કીમ અને સીપીએફમાં 10 ટકા સામે 14% જમા કરવાના વાયદા ને સરકાર દ્વારા આજદિન સુધી નહી સંતોષાતા સરકાર ને આ મુદ્દા ફરી યાદ કરાવવા શનિવારે પાટણ જિલ્લાના સરસ્વતી પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા મીણબત્તી પ્રજવલિત કરી થાળી વગાડી સરકારનું ધ્યાન દોરવાના સઘન પ્રયત્નો સાથે કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ ની શરૂઆતમાં સરસ્વતી પ્રાથમિક શિક્ષક સંઘ ના શિક્ષકો દ્રારા પોતાના પડતર પ્રશ્નોને લઈ સુત્રોચ્ચાર કયૉ હતા. ત્યારબાદ થાળી વગાડી સરકારને ઢંઢોળવાનો પ્રયાસ કર્યો હોવાનું સરસ્વતી તાલુકા પ્રાથમિક શિક્ષક સંધ ના સુત્રોએ જણાવ્યું હતું.
અહેવાલ યશપાલ સ્વામી