fbpx

પાટણ જિલ્લા પંચાયતના પ્રમુખ-ઉપપ્રમુખે ભાજપ આગેવાનો ની ઉપસ્થિતિમાં વિધિવત ચાર્જ લીધો.

Date:

આગામી અઢી વર્ષ માટે ના સુશાસન ની શુભેચ્છાઓ વ્યકત કરાઈ..

પાટણ તા. 18 પાટણ જિલ્લા પંચાયતના ઇતિહાસમાં સૌપ્રથમવાર સૌથી નાની વયના જિલ્લા પંચાયત પ્રમુખ તરીકે ચુંટાઈ આવેલા હેતલબેન ઠાકોરે સોમવારે વિધિવત્ત રીતે ભારતીય જનતા પાર્ટીના આગેવાનો ની ખાસ ઉપસ્થિત પોતાના પ્રમુખ પદ નો ચાજૅ ગ્રહણ કર્યો હતો. તો નવનિયુક્ત ઉપપ્રમુખ ગોવિંદભાઈ માલધારી એ પણ વિધિ વત ચાજૅ લઈ પોતાની ઉપપ્રમુખ ની ઓફિસ માં બિરાજમાન થયાં હતાં. પાટણ જિલ્લા પંચાયતના 12 માં પ્રમુખ તરીકે સૌથી નાની ઉંમરનાં ચૂંટાયેલા હેતલબેન ઠાકોર કે જેઓ ગ્રેજ્યુએટ છે.જયારે ઉપપ્રમુખ ગોવિંદભાઈ માલધારી મૂળ સરસ્વતીના સાણોદર ગામના વતની છે અને 3 ટર્મ સરપંચ તરીકે રહી ચૂક્યા છે તેમના માતા પાટણ તાલુકા પંચાયતમાં સદસ્ય રહી ચૂક્યા છે. સોમવારે પાટણ જિલ્લા પંચાયત કચેરી ખાતે નવનિયુક્ત પ્રમુખ હેતલબેન ઠાકોર અને ઉપપ્રમુખ ગોવિંદભાઈ માલધારી ના પદગ્રહણ સમારોહ પ્રસંગે ગુજરાત પ્રદેશ ભાજપ ના પૂવૅ મહામંત્રી કે. સી. પટેલ,પાટણ જિલ્લા ભાજપ પ્રમુખ ડો.દશરથજી ઠાકોર,રાધનપુર ના ધારાસભ્ય લવિંગજી ઠાકોર સહિત ભાજપ આગેવાનો, કાયૅકરોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી શુભેચ્છાઓ સાથે જિલ્લા પંચાયત પાટણ આગામી અઢી વર્ષ ના સુશાસન ની કામનાઓ વ્યકત કરી હતી.

અહેવાલ યશપાલ સ્વામી

Share post:

Subscribe

Popular

More like this
Related

શંખેશ્વર તીર્થ ખાતેના રાજેન્દ્રસૂરિ નવકાર મંદિર માં જૈના ચાર્ય શ્રી ના સાનિધ્ય માં યોજાયા વર્ષીતપ ના પારણા.

જૈન ધર્મનું અત્યન્ત મહિમાવંત તપ એટલે વર્ષીતપ:નિપુણરત્નવિજયજી. પાટણ તા. ૧૦શંખેશ્વર...