શહેરમાં વરસાદી પાણી ભરાતા 7 જેટલા પોઈન્ટો ની પાલિકા પ્રમુખ સહિત ટીમે મુલાકાત લઈ પાણી નિકાલ ની કામગીરી શરૂ કરાવી..
પાટણ તા. 18 પાટણ પદ્મનાભ વાડી ખાતે આગામી તા. 21 સપ્ટેમ્બર થી તા. 23 સપ્ટેમ્બર ત્રિદિવસીય શ્રી ચામુંડા સેવક મંડળ પરિવાર દ્વારા શ્રી ચામુંડા માતાજી ના 108 કુંડી ચંડી મહાયજ્ઞ સહિત ના ધામિૅક પ્રસંગોનુંઆયોજન કરવામાં આવ્યું છે.
અને આ આયોજન ને લઇ છેલ્લા બે મહિનાથી ચામુંડા સેવક મંડળ પરિવાર દ્રારા શ્રી પદ્મનાભ વાડી પરિસર માં સફાઈ અભિયાન સાથે વિવિધ કામગીરી પૂર્ણ કરવામાં આવી છે તો શ્રી ચામુંડા માતાજી ના 108 કુડી યજ્ઞ માટે મંડપ સહિત હવન કુળો તૈયાર કરવામાં આવ્યાં છે ત્યારે છેલ્લા બે દિવસ થી સતત વરસતાં ભારે વરસાદ ને પગલે શ્રી પદ્મનાભ વાડી માં ભારે જહેમત ઉઠાવી બાંધવામાં આવેલ હવન મંડપ માં વરસાદી પાણી ઘુસી આવતા શ્રી ચામુંડા સેવક મંડળ પરિવાર ની મુશ્કેલીઓ વધતાં અને આ સમસ્યા ની જાણ પાટણ નગરપાલિકા ના પ્રમુખ હિરલબેન પરમાર અને ઉપપ્રમુખ હીનાબેન શાહ તથા પક્ષના નેતા દશરથજી ઠાકોર વિસ્તાર ના કોર્પોરેટર ભવાનજી, દેવચંદભાઈ પટેલ સહિતના ઓને થતાં તેઓએ તાત્કાલિક સ્થળ પર આવી વરસાદ ના ભરાયેલા પાણી ના નિકાલ માટે પંપ મુકી કામગીરી શરૂ કરાવતા શ્રી ચામુંડા સેવક મંડળ પરિવારે પાલિકા તંત્ર નો આભાર વ્યક્ત કર્યો હતો.
પાટણ નગરપાલિકા ના નવનિયુક્ત પાલિકા પ્રમુખ સહિત તેમની ટીમ દ્રારા છેલ્લા બે દિવસ થી શહેરમાં વરસતા વરસાદ ને કારણે વરસાદી પાણી ભરાવવાની સજૉતી સમસ્યાઓ પૈકીના સાત જેટલા જુદા જુદા પોઈન્ટની સ્થળ પર જઈ રૂબરૂ મુલાકાત સાથે વરસાદી પાણી ના નિકાલ માટે વિસ્તાર ના રહિશો અને કોર્પોરેટરોને સાથે રાખી નિરાકરણ લાવવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.
અહેવાલ યશપાલ સ્વામી