fbpx

રાધનપુરમાં સાંબેલાધાર 6 કલાક માં 6 ઈંચ જેટલો વરસાદ ખાબકતા માર્ગો ઉપર પાણી ફરી વળ્યા..

Date:

રાધનપુર ના નીચાણવાળા વિસ્તારો બેટમાં ફેરવાતા નગરજનોની હાલત કફોડી બની..

પાટણ તા. 18 સમગ્ર ગુજરાતમાં હવામાન વિભાગની આગાહી વચ્ચે મેહુલ્યો માહોલ જામ્યો છે ત્યારે છેલ્લા બે દિવસ થી પાટણ શહેર અને જિલ્લામાં પણ ભારે થી અતિભારે વરસાદ વરસતાં જળબંબાકાર ની સ્થિતિ નું નિમૉણ થવા પામ્યું છે.

પાટણ શહેર સહિત સમગ્ર જિલ્લામાં સોમવારે વહેલી સવારથી મેઘરાજાની પધરામણી થતાં વાતાવરણ ઠંડુગાર બન્યું હતું તો જિલ્લાના તાલુકા મથકો રાધનપુર, સાંતલપુર,સિદ્ધપુર,હારીજ,સમી, ચાણસ્મા,શંખેશ્વર, સરસ્વતી સહિત ગ્રામ્ય વિસ્તારોમાં પણ ભારે થી અતિભારે વરસાદ વરસ્યો હતો.

જેમાં રાધનપુરમાં 6 કલાકમાં 6 ઈંચ વરસાદ ખાબકતા માર્ગો પર પાણી ફરી વળ્યા હતા તો નીચાણ વાળા વિસ્તારો સહિત મસાલી રોડ અને મેઈન બજારમાં પાણી ભરાતાં શહેરીજનો ની મુશ્કેલીઓ વધવા પામી હતી. વરસાદી પાણી ભરાવાના કારણે વાહન ચાલકો અને રાહદારીઓ પણ પરેશાન બન્યા હતા. સોમવારે પાટણ શહેર સહિત જિલ્લાનાં અનેક વિસ્તારોમાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ રાધનપુર મા વરસાદ ખાબકયો હોવાનું હવામાન વિભાગના સુત્રો તરફથી જાણવા મળ્યું હતું.

અહેવાલ યશપાલ સ્વામી

Share post:

Subscribe

Popular

More like this
Related

ભગવાન શ્રી પરશુરામજીના જન્મોત્સવ નિમિત્તે જગન્નાથ મંદિર પરિસર ખાતે ભજન સંધ્યા કાર્યક્રમ યોજાયો..

પાટણના સ્થાનિક કલાકારોએ ભગવાન શ્રી પરશુરામજીના ગુણગાન ગાઈને ઉપસ્થિત...

દિલ્હી ખાતે યોજાયેલા એક્ઝિબિશનમાં માધવી હેન્ડી ક્રાફ્ટ દ્વારા તૈયાર કરાયેલા પાટણ ના પટોળાને રેલવે મંત્રીએ નિહાળી પ્રશંસા કરી.

દિલ્હી ખાતે યોજાયેલા એક્ઝિબિશનમાં માધવી હેન્ડી ક્રાફ્ટ દ્વારા તૈયાર કરાયેલા પાટણ ના પટોળાને રેલવે મંત્રીએ નિહાળી પ્રશંસા કરી. ~ #369News

ધારપુર મેડીકલ કોલેજ અને હોસ્પિટલ ખાતે વિશ્વ ક્ષય દિવસની ઉજવણી..

ધારપુર મેડીકલ કોલેજ અને હોસ્પિટલ ખાતે વિશ્વ ક્ષય દિવસની ઉજવણી.. ~ #369News

પાટણ બી.એડ કોલેજ ના તાલીમાર્થીઓ ભાટસણ પગાર કેન્દ્ર શાળાની મુલાકાતે..

પાટણ તા. 31પાટણની જાણીતી એલ એન કે બી.એડ કોલેજ...