google.com, pub-6060226431668791, DIRECT, f08c47fec0942fa0

પાટણની ગણેશવાડી ખાતે ગજાનન મંડળી દ્વારા146મો સાર્વજનિક ગણેશ મહોત્સવ ઊજવાશે…

Date:

ગણેશચતુર્થી એ વિઘ્નહર્તાની શહેર ના મહોલ્લા, પોળો અને સોસાયટી વિસ્તારો સહિત સ્થાપના કરાશે..

પાટણ તા.18 પાટણ શહેર સહિત સમગ્ર જિલ્લામાં ગણેશોત્સવનું ભક્તિભાવ સાથે ધામધૂમ પૂર્વક આયોજન કરવામાં આવ્યું છે ત્યારે પાટણ શહેરના મહોલ્લા, પોળો સોસાયટીઓ,કોમ્લેક્સો સહિત ઘરો માં ગણપતિદાદાની મૂર્તિની ગણેશચતુર્થી ના પાવન દિવસે સ્થાપના કરવામાં આવશે. પાટણ શહેરના ભદ્ર વિસ્તારમાં આવેલી ગણેશ વાડીમા પણ મહારાષ્ટ્રીયન પરિવારોના ગજાનન મંડળી દ્વારા 146 માં સાવૅજનિક ગણેશ મહોત્સવની ઉજવણીનો ગણેશ ચતુર્થીના પાવન દિવસથી પ્રારંભ કરવામાં આવનાર છે.

પાટણમા મોટી સંખ્યામાં ગણેશજી ની વિવિધ જાત ની માટી ની અને પી ઓ પી ની મૂતિઓ વેચાણ માટે બજાર માં મુકાઈ છે. જેની કિંમત 100 રૂ. થી લઈ 10 હજાર સુધી ની છે. પાટણ શહેરના હિંગળાચાચર,ગણપતિની પોળ, પાલિકા બજારમાં વેપારીઓ દ્વારા રાજમહેલ કા રાજાની પંડાલમાં ગણેશજીની સ્થાપના થશે.અનાવાડા નજીક ચિંતામણીગણપતિ મંદિર, સોનીવાડા ખાગપરા ની પોળ માં,ત્રણ દરવાજા, સુભાષચોક, મામલતદાર કચેરીની અંદર આવેલા ગણેશમંદિર સહિત ગણેશ મંદિરો સાથે શહેરની સોસાયટી, મહોલ્લા, પોળ અને ઘરો માં ગણેશ મહોત્સવની ઉજવણી કરવામાં આવનાર છે.

આ વર્ષે 146 મા ગણેશોત્સવની ઉજવણી શ્રી ગજાનંદ મંડળી દ્વારા પાટણમાં કરવામાં આવશે, જેના માટે વડોદરામાં માટી માંથી ઈકો ફ્રેન્ડલી મૂર્તિ તૈયાર કરવામાં આવી છે. અહીંના ભદ્ર વિસ્તારમાં આવેલી ગણેશવાડીમાં સ્થાપના કરવામાં આવેલી ગણેશજી ની મૂર્તિનું 11 દિવસ સુધી પૂજા-અર્ચન સહિત ધાર્મિક કાર્યક્રમો કરવામાં આવશે.ત્યાર બાદ પૂનમ ના દિવસે એનું વિસર્જન કરાશે તેવું ગણેશ ઉત્સવ ના આયોજકો એ જણાવ્યું હતું.

અહેવાલ યશપાલ સ્વામી

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણ જિલ્લાના સમી પંથકના ગોધાણામાં શ્રાવણી પૂનમે રક્ષાબંધન ઉજવાતી નથી.

રક્ષાબંધન ના દિવસે જ ગામમાં બળેવીયા ડૂબી મરતાં રક્ષાબંધનના...

પાટણમાં દિવાળીના તહેવાર ને ધ્યાનમાં રાખી પાલિકા પ્રમુખ દ્રારા વિવિધ શાખાના ચેરમેનો સાથે બેઠક યોજી..

પ્રમુખ દ્રારા બોલાવાયેલી ચેરમેનો ની બેઠકમાં મોટા ભાગે ચેરમેનોના...