fbpx

રાધનપુર રેલવે સ્ટેશન ખાતે ઉભેલી મહિલાએ પોતાની માસુમ બાળકી સાથે રેલ્વે નીચે પડતું મુકયું…

Date:

પાટણ તા. ૧૭
રાધનપુર રેલવે સ્ટેશન ખાતે મહિલા એ પોતાની માસુમ દિકરી સાથે રેલવે નીચે પડતું મુકી આત્મ હત્યા કરતાં મહિલાનું મોત નિપજ્યું હતું જયારે માસુમ દિકરી ને ઈજાઓ પહોચતા તેને સારવાર અર્થે ખસેડવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

આ ઘટનાની મળતી હકીકત મુજબ પાટણ જિલ્લાના રાધનપુર રેલવે સ્ટેશન ખાતે ગુરૂવાર ના રોજ પોતા ની માસુમ દિકરી સાથે ઊભેલી મહિલાએ રેલવે સ્ટેશન પર ટ્રેન આવતા ટ્રેન નીચે પોતાની માસુમ દિકરી સાથે પડતું મૂક્યું હતું જેમાં મહિલા મહિલાનું કરુણ મોત નીપજ્યું હતું જ્યારે માસુમ બાળકીને ગંભીર ઇજાઓ થવા પામી હતી.

આ બનાવની જાણ રેલવે પોલીસને થતા તેઓએ ઘટના સ્થળે દોડી આવી કોઈ અગમ્ય કારણોસર પોતાની માસુમ દીકરી સાથે રેલવેના પાટા નીચે પડતું મૂકી જિંદગી ટૂંકાવનાર મહિલા ની લાશ નું પંચનામું કરી તેને પીએમ અર્થે હોસ્પિટલ ખાતે ખસેડી ઇજાગ્રસ્ત બનેલી માસુમ બાળકીને પણ સારવાર અર્થે હોસ્પિટલ ખસેડી રેલવે પોલીસ દ્વારા મૃતક મહિલાની ઓળખ વિધિ હાથ ધરતા મૃતક મહિલા નું નામ મધુબેન પરાગભાઇ ચૌધરી હોવાનું અને ઘાયલ દીકરી હેતલબેન પરાગભાઇ ચૌધરી હોવાનું જાણવા મળ્યું હોય પોલીસે તેઓના પરિવારજનોને ધટના ની જાણ કરવા ની તજવીજ સાથે આગળ ની કાયૅ વાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે. રાધનપુર રેલવે સ્ટેશન પર બનેલી આ ઘટનાના પગલે લોકોના ટોળે ટોળા રેલવે સ્ટેશન ખાતે  ઉમટી  પડ્યા હતા.

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણ જિલ્લામાં ધોરણ 10 અને 12 ની પરીક્ષા દરમિયાન પ્રથમ કોપી કેસ નોંધાયો…

રાધનપુરની અંજુમન સાર્વજનિક વિદ્યાલયમાં બીજા સેશનની પરીક્ષામાં કાપલી દ્વારા...

પાટણ નગરપાલિકા ટાઉન પ્લાનિંગ શાખાના ચેરમેન પદે ચાજૅ સંભાળતા નીતાબેન પટેલ…

પાટણ તા. 26 પાટણ નગરપાલિકાની આગામી અઢી વર્ષની કામગીરી...

પાટણ નગરપાલિકાની તાંત્રિક વિભાગની પ્રથમ બેઠક પાલિકા ખાતે મળી..

પાટણ નગરપાલિકાની તાંત્રિક વિભાગની પ્રથમ બેઠક પાલિકા ખાતે મળી.. ~ #369News