google.com, pub-6060226431668791, DIRECT, f08c47fec0942fa0

બ્રાહ્મણ, પટેલ, પંચોલી પરિવારના વિદ્યાર્થીઓએ સારા ગુણ સાથે પરીક્ષા પાસ કરી પરિવાર અને સમાજનું ગૌરવ વધાર્યું…

Date:

પાટણ તા. ૧૫
ધોરણ 12 સીબીએસસી માં અભ્યાસ કરતા પાટણ પટેલ સમાજના અગ્રણી અશ્વિનભાઈ પટેલ ના સુપુત્ર હેત પટેલે 86% સાથે ઉતિર્ણ થઈને પટેલ સમાજ સહિત પરિવારને ગૌરવ અપાવ્યું છે.

તો અમદાવાદ ખાતે રહેતા નાગર બ્રાહ્મણ સમાજના અગ્રણી ભાર્ગવભાઈ મહેતાની દીકરી નમસ્વી મહેતા એ ચાલુ સાલે લેવાયેલી ધોરણ 10 ની પરીક્ષામાં 94% માર્ક સાથે પરીક્ષા પાસ કરી નાગર બ્રાહ્મણ સમાજ સહિત પરિવારજનોનું નામ રોશન કર્યું છે.

તો સિધ્ધપુર ના પંચોલી ભવ્ય જીગર કુમારે પણ ધોરણ પાંચ ઇંગ્લીશ મીડીયમ માં 87.08 ℅ ગુણ સાથે પરિક્ષા પાસ કરી સમાજ સહિત પરિવારજનોને ગૌરવ અપાવ્યું છે.

મૂળ સિદ્ધપુરના અને હાલ પાટણમાં રહેતા હિરેનભાઈ દવેના પુત્ર વેદ દવેએ ધો. 10 ની સીબીએસસી ની પરીક્ષા માં 94.85 ℅ સાથે પરીક્ષા પાસ કરી દવે પરિવાર સહિત શાળા પરિવારનું નામ રોશન કર્યું છે.

જ્યારે મૂળ હારીજના પણ હાલ પાટણ ખાતે રહેતા જીગર કુમાર મહેતા ના પુત્ર વ્યોમ મહેતાએ પણ ધોરણ છ માં 98.21% સાથે પરિક્ષા પાસ કરી ભવિષ્યમાં પણ ઉચ્ચ પરિણામ પ્રાપ્ત કરવાની ખેવના વ્યકત કરી છે. તો સિદ્ધપુર ખાતે ધોરણ 10 માં અભ્યાસ કરતા ગર્વ પ્રકાશ ભાઈ પંચોલી એ પણ 70% માર્ક સાથે બોર્ડની પરીક્ષા પાસ કરી પરિવારનું ગૌરવ વધાર્યું છે .

પાટણ ની તપોવન સ્કૂલમાં ધોરણ બે માં અભ્યાસ કરતા પ્રેમ જય કુમાર મનોજભાઈ દવે એ 99% સાથે પરીક્ષા પાસ કરી શાળા પરિવાર અને દવે પરિવારનું નામ રોશન કર્યું હોય તમામ વિદ્યાર્થીઓએ ઉચ્ચ ગુણાક સાથે પરીક્ષા પાસ કરવા બદલ પાટણ જગન્નાથ મંદિરના મે.ટ્રસ્ટી અને પાટણ જિલ્લા સમસ્ત બ્રહ્મ સમાજના પ્રમુખ પિયુષભાઈ આચાર્યએ શુભેચ્છાઓ પાઠવી તમામ વિદ્યાર્થીઓની ઉજ્વળ કારકિર્દીની કામના વ્યક્ત કરી હતી.

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણ તાલુકાના ધારપુર મુકામે વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતગૅત ઉજવલા કેમ્પ યોજાયો…

પાટણ તા. ૩૦કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ જનકલ્યાણકારી યોજનાઓની...

હારીજ નજીક કુરેજા ની નમૅદાની મુખ્ય કેનાલમા નાવા પડેલ ઠાકોર યુવાન તણાયો…

પાટણ ફાયર વિભાગના જવાનોએ બોટ ની મદદથી કેનાલમા તણાયેલ...

હેમ ઉ.ગુજ.યુનિ.ના. રસાયણ શાસ્ત્ર ભવન ખાતે કારગીલ વિજય દિવસે શહિદોને શ્રધ્ધાંજલી સમપિર્ત કરાઈ…

પાટણ તા. ૨૬હેમ.ઉ.ગુજ.યુનિ,પાટણ ના રસાયણશાસ્ત્ર વિભાગ ખાતે શુક્રવારે કારગીલ...