fbpx

મહેસાણા ની યુવતીની હત્યાનો ભેદ ઉકેલાયો, આરોપી ખેતરમાં લાશ મૂકી ફરાર થયો હતો…

Date:

મહેસાણાના બાસણા ગામે એરંડાના ખેતર માંથી 27 એપ્રિલના રોજ નગ્ન હાલતમાં એક 23 વર્ષીય યુવતીની લાશ મળી આવી હતી. હત્યા ની આ ઘટનાનો ભેદ હવે પોલીસે ઉકેલી લીધો છે.

મહેસાણાના બાસણા ગામે એરંડાના ખેતર માંથી 27 એપ્રિલના રોજ નગ્ન હાલતમાં એક 23 વર્ષીય યુવતીની લાશ મળી આવી હતી. હત્યાની આ ઘટનાનો ભેદ હવે પોલીસે ઉકેલી લીધો છે. વિજય ઠાકોર નામના રિક્ષા ચાલક યુવકે યુવતી સાથે દુષ્કર્મ આચર્યા બાદ તેની હત્યા કરી હોવાનો ખુલાસો થયો છે. પોલીસે આ મામલે વિજય ઠાકોર ની ધરપકડ કરી આગળની કાયદેસ ની કાર્યવાહી હાથ ધરી છે.

જણાવી દઈએ કે, મહેસાણા જિલ્લા ના વિસનગર ના વાલમ ગામમાં રહેતી 23 વર્ષીય યુવતી મહેસાણા ખાતે એક મોલમાં છેલ્લા 2 વર્ષથી નોકરી કરતી હતી. 25મી એપ્રિલે સાંજે યુવતી ઘરે પરત આવી રહી હતી ત્યારે પોતા ની માતા સાથે ફોન પર વાત કરી રહી હતી. પરંતુ, અચાનક યુવતીનો ફોન હોલ્ડ પર જતો રહ્યો હતો અને ત્યાર બાદ સ્વિચ ફોન થઈ ગયો હતો. રાતે 10 વાગ્યા સુધી યુવતી ઘરે ન આવતા પરિવારે તેની શોધખોળ આદરી હતી અને વીસનગર પોલીસ સ્ટેશન માં ફરિયાદ કરી હતી. બે દિવસ બાદ એટલે કે 27 એપ્રિલના રોજ મહેસાણા-વિસનગર હાઇવે પર આવેલા બાસણા ગામના પાટિયા નજીક એરંડાના ખેતરમાંથી નગ્ન હાલતમાં યુવતીની લાશ મળી હતી. આથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી હતી.

રિક્ષાચાલક યુવકની ધરપકડ

મૃતક યુવતીના પરિવારે મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો. જ્યારે યુવતી અનુસૂચિત સમાજની હોવાથી અનુસૂચિત સમાજના અગ્રણીઓએ પોલીસને તત્કાલિક ગુનાનો ભેદ ઉકેલવા અલ્ટીમેટમ આપ્યું હતું. પોલીસે પણ મામલાની ગંભીરતાને સમજી તપાસનો ઘમઘમાટ ચલાવી યુવતીના હત્યાને પકડી પાડ્યો છે અને હત્યાનો ભેદ ઉકેલી લીધો છે. આ કેસમાં પોલીસે વિજય ઠાકોર નામના રિક્ષા ચાલક યુવકની ધરપકડ કરી છે. મીડિયા અહેવાલ મુજબ, પ્રાથમિક તપાસમાં સામે આવ્યું કે, વિજય કોર મહેસાણા અને વિસ નગર વચ્ચે રિક્ષા ચલાવે છે આથી 25મીના રોજ યુવતી નોકરીથી ઘરે જવા માટે વિજયની રિક્ષામાં બેઠી હતી.

યુવતીને માર મારી તેની સાથે બળજબરીપૂર્વક દુષ્કર્મ આચર્યું

દરમિયાન વિજયે રિક્ષાને બાસણા ગામ નજીક એક ખેતરમાં લઈ ગયો હતો. જ્યાં યુવતીને માર મારી તેની સાથે બળ જબરી પૂર્વક દુષ્કર્મ આચર્યું હતું. ત્યાર બાદ વિજયે યુવતીના કપડાંથી તેનું ગળું દબાવી દીધું હતું અને મોતને ઘાટ ઉતારી હતી. યુવતીનો ફોન, બેગ અને અન્ય સામાન સાથ લઈ ફરાર થઈ ગયો હતો. મોબાઈલ તાવડીયા રોડ પર જ્યારે બેગ ખેતરથી દૂર એક અવાવરું જગ્યાએ ફેંકી દીધા હતા. જો કે, પોલીસે વિસનગર તરફના માર્ગના સીસીટીવી ફૂટેજ ચેક કરતા આ ભેદ ઉકેલાયો હતો. પોલીસે વિજયની ધરપકડ કરી કડક પૂછપરછ કરતા તેણે ગુનો કબૂલ્યો હતો. આ મામલે પોલીસે હવે વધુ કાર્યવાહી હાથ ધરી છે.

Share post:

Subscribe

Popular

More like this
Related

માતૃશ્રાધ્ધનું આસ્થા સ્થળ એવા સિધ્ધપુર ખાતે બે દિવસીય માતૃ વંદના ઉત્સવ 2023 નો પ્રારંભ.

ગાયક કલાકાર પ્રહાર વોરાનાં તાલે ઝૂમી ઉઠ્યું સિદ્ધપુર શહેર.. પાટણ...

પાટણની સ્પેશિયલ પોકસો કોર્ટે મર્ડર વીથ પોક્સોના આરોપીને આજીવન સજા ફટકારી..

સરકારી વકીલ ડો.એમ. ડી.પંડ્યાની ધારદાર દલીલો અને પુરાવાઓને ધ્યાનમાં...