fbpx

કુણઘેર મલ્હાર ગોડાઉન માંથી રૂ.42 લાખની કિંમતના એરડાની બોરીઓની ચોરીનો ભેદ ગણતરી ના કલાકો ઉકેલતી SOG ટીમ…

Date:

પોલીસે ચાર ઇસમો ને રોકડ રકમ રૂ.21.49 લાખ સાથે દબોચ્યા..

પાટણ તા. 19 પાટણ તાલુકાના કુણઘેર ગામે મલ્હાર ગોડાઉન માં આવેલી દુકાન માંથી અંદાજૅ રૂપિયા 42 લાખની કિંમતના એરંડાની બોરીઓની કોઈ તસ્કરો ઉઠાંતરી કરી ગયા હોવાની પાટણ તાલુકા પોલીસ મથકે ગતરોજ ફરિયાદ નોંધવામાં આવી હતી. જે ફરિયાદના આધારે જિલ્લા પોલીસવડા ની સુચના મુજબ પાટણ એસ.ઓ.જી ટીમે તપાસના ચક્રો ગતિમાન બનાવી ગણતરીના કલાકોમાં લાખો રૂપિયાના એરંડાની ચોરીનો ભેદ ઉકેલી ચાર આરોપી ઓને ઝડપી લઇ તેઓની પાસેથી રોકડ રૂપિયા 21.49 લાખની મેળવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.

આ બાબતે પોલીસ સૂત્રો તરફથી મળતી હકીકત મુજબ પાટણ તાલુકાના કુણઘેર ગામે આવેલ મલ્હાર ગોડાઉન અંદરની દુકાનમાં રાખવામાં આવેલા એરંડાના જથ્થા પૈકી રૂપિયા 42 લાખની કિંમતનો એરંડાનો જથ્થો કોઈ અજાણ્યા તસ્કરો ઉઠાવી ગયા હોવાની વેપારી દ્વારા પાટણ તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી હતી ત્યારે લાખો રૂપિયાના એરંડાની ચોરીના બનાવના પગલે જિલ્લા પોલીસ વડા દ્વારા તપાસના ચક્રો ગતિમાન બનાવવા પોલીસ તંત્રને સુચના અપાતા પાટણ એસ ઓ જી પી આઈ આર.જી.ઉનાગર ના માર્ગદર્શન હેઠળ કુણઘેર મુકામે આવેલ મલ્હાર ગોડાઉન માંથી એરંડાની બોરી નંગ-984 કિ.રૂ.42,43,500/- ની ચોરી મામલે તપાસ ના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા હતા.

ત્યારે એસ.ઓ.જી. પોલીસ સ્ટાફ ના માણસો કુણઘેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન બનાવ વાળી જગ્યાએ હાજર માણસો ની પુછપરછ કરતા જાણવા મળેલ કે ઉપરોક્ત મુદ્દામાલ ભરવા ટ્રક નં- GJ01BY6786 અવાર-નવાર આવતી હોવાનુ જાણવા મળતા જે ટ્રક માલીક ને પુછ-પરછ કરતા તેઓએ આરોપીઓ પૈકી હિતેન્દ્રગીરી ભરતગીરી રહે. હાસાપુર તા.જી.પાટણ તથા ઠાકોર પ્રવિણજી જાદવજી રહે-હાંસાપુર વાળાઓએ ઉપરોક્ત ગોડાઉનનું તાળુ તોડી તેની જગ્યાએ પોતાનું તાળું લગાવી ભીલ રમેશભાઈ ઉર્ફે લાલો દશરથભાઈ રહે પાટણ મીરાદરવાજા ભીલવાસ તા.જી.પાટણવાળા મારફતે મજુરો કરી ટીનાજી ચત્તુરજી ઠાકોર રહે

સિધ્ધપુર શંકરપુરા તા.સિધ્ધપુર જી પાટણ તથા પ્રવીણભાઈ શીવરામદાસ પટેલ રહે ખળી ઉમીયાપરૂ તા.સિધ્ધપુર જી.પાટણવાળા મારફ્તે એકબીજાના મેળાપીપણા થી અલગ-અલગ ટ્રકોમાં જુદા જુદા દિવસો એ એરંડાની બોરીઓ ચોરી કરેલ અને જે પૈકી એરંડાની બોરીઓ આશરે નંગ -800 સિધ્ધપુર ગંજ બજાર ખાતેઅલગ-અલગ પેઢીઓમા વેચાણ આપેલ હોઇ જે એરંડા વેચાણ ની મળેલ રોકડ રકમ પૈકી રૂપીયા 21.49 લાખ તથા મોબાઇલ નંગ-5 કી.રૂ.16.500 મળી કુલ કી.રૂ 21,65,500/ ના મુદામાલ સાથે આરોપી હિતેંન્દ્રગીરી ભરતગીરી રહે હાસાપુર તા.જી.પાટણ,ભીલ રમેશભાઈ ઉર્ફે લાલો દશરથભાઈ રહે પાટણ મીરાદરવાજા ભીલવાસ તા. જી. પાટણ, ટીનાજી ચતુરજી ઠાકોર રહે સિધ્ધપુર શંકરપુરા તા.સિધ્ધપુર જી. પાટણ અને પ્રવીણભાઈ શીવરામદાસ પટેલ રહે ખળી ઉમીયાપરા તા.સિધ્ધપુર પાટણ વાળાઓને પકડી પાટણ તાલુકા પોલીસ મથકના સોંપવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે તો આ ગુનામાં સંડોવાયેલા અને પોલીસ પકડથી દુર એવા ઠાકોર પ્રવિણજી જાદવજી રહે-હાંસાપુર તા.જી-પાટણને ઝડપી લેવા ચક્રો ગતિમાન કરવામાં આવ્યાં હોવાનું પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું.

અહેવાલ યશપાલ સ્વામી

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણ શહેર સહિત સમગ્ર જિલ્લામાં ભક્તિસભર માહોલમાં નવરાત્રી પર્વનો પ્રારંભ કરાયો..

મોહલ્લા પોળો અને સોસાયટી વિસ્તાર સહિત પાર્ટી પ્લોટોમાં માતાજીની...