google.com, pub-6060226431668791, DIRECT, f08c47fec0942fa0

ગાયનેક ક્ષેત્રે અનેક સિધ્ધી મેળવનાર પાટણના ડો.વી.એમ.શાહ રાજકીય ક્ષેત્રે પદૉપણૅ કરે તેવી અભિલાષા સાથે તેઓને સન્માનિત કરાયા..

Date:

તાજેતરમાં મહિલાના પેટ માથી 5.800 કિગ્રા.વજનની ગાઠ કાઠી મહિલાને નવજીવન બક્ષ્યું છે..

ડો.વી.એમ.શાહ ભાજપના ઉમેદવાર તરીકે પાટણ લોકસભા બેઠક પરથી ચુંટણી લડી રાજકીય સેવા ના યશભાગી બને તેવી કામના વ્યકત કરાઈ..

પાટણ તા. 21 ગર્ભાશયના ટાકા વગરના ઓપરેશન ની આગવી ટેક્નિક વિકસાવનાર અને ગાયનેક ક્ષેત્રે અનેક સફળ સજૅરી કરી લીમ્કા બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ સહિત અનેક એવોર્ડ હાંસલ કરનાર પાટણની અવની હોસ્પિટલના ગાયનેક તબીબ ડો. વ્યોમેશ શાહે તાજેતરમાં નાયી સમાજની એક મહિલાનું સફળ ઓપરેશન કરી તેના પેટમાંથી ફાઈબ્રોઇડની અંદાજિત 5 kg 800 ગ્રામ વજનની ગાંઠ કાઢીને મહિલા દર્દીને નવજીવન બક્ષતા મહિલા દર્દી અને તેમના પરિવારજનો સાથે સગા સંબંધીઓએ ડો. વ્યોમેશ શાહ અને તેમની અવની હોસ્પિટલ ના સમગ્ર સ્ટાફનો આભાર વ્યક્ત કર્યો હતો. પાટણ અવની હોસ્પિટલ ના ગાયનેક તબીબ અને તબીબી ક્ષેત્રે અનેક સિદ્ધિ મેળવનાર ડો.વ્યોમેશ શાહની તબીબી સેવાની સાથે સાથે અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિઓથી પ્રભાવિત બનેલા કુણધેરના ડો. વિનોદભાઈ નાયક, શિવ લેબોરેટરી ના ડો. અલ્કેશભાઈ ત્રિવેદી,પાટણ નિષ્ઠા હોસ્પિટલના જીતુભા વાઘેલા,શ્યામ હોસ્પિટલ ના સંદીપ રાણા,પાટણ એસપી ઓફિસમાં ફરજ બજાવતા નરેશભાઈ પટેલ,બી ડિવિઝન પોલીસમાં ફરજ બજાવતા મોતીભાઈ દેસાઈ,સવદાસભાઇ દેસાઈ અને કનુભાઈ દેસાઈ એ ડો. વ્યોમેશ શાહ ની અવની હોસ્પીટલ ખાતે આવી તેઓને અભિવાદિત કરી તેઓની તબીબી કામગીરી ને સરાહી ડો.વ્યોમેશ શાહ સામાજિક સેવા પ્રવૃતિઓની સાથે સાથે રાજકીય ક્ષેત્રે સેવારત બને તે માટે આગામી લોકસભામાં તેઓ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે ચુંટણી માં ઝંપલાવી પાટણલોકસભા વિસ્તાર નું પ્રતિનિધિત્વ કરી પંથકના વિકાસમાં સહભાગી બને તેવી અભિલાષા વ્યકત કરી હતી. ડો. વ્યોમેશ શાહ ને સન્માનિત કરાતા અને તેઓની રાજકીય કારકિર્દી ની ખેવના વ્યકત કરનાર સૌનો તેઓ દ્રારા સહ હ્રદય આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.

અહેવાલ યશપાલ સ્વામી

Share post:

Subscribe

Popular

More like this
Related

રાધનપુર ભાભર હાઇવે માર્ગ પર ટ્રક અને swift કાર વચ્ચે અકસ્માત સર્જાતા બે લોકો ગંભીર રીતે ઘવાયા…

રાધનપુર ભાભર હાઇવે માર્ગ પર ટ્રક અને swift કાર વચ્ચે અકસ્માત સર્જાતા બે લોકો ગંભીર રીતે ઘવાયા… ~ #369News

પાટણ ની બોમ્બે મેટલ શાળામાં શ્રી કૃષ્ણ ના જન્માષ્ટમી પર્વની ઉજવણી કરવામાં આવી..

પવિત્ર પ્રસંગે જાયન્ટ્સ પાટણ દ્રારા શાળા પરિવાર ને ૧૨...

કે. કે ગર્લ્સ વિદ્યાલય પાટણમાં વ્યસન મુક્તિ સેમિનાર યોજાયો…

પાટણ તા. 8 પ્રવર્તમાન સમયમાં વ્યસન મુક્ત માણસ હોવું...