મૃતક યુવતી ના ભાઈ એ યુવક સામે બી ડિવિઝન પોલીસે ગુનો નોંધાવ્યો..
પાટણ તા. 21 પાટણ શહેરના હાસાપુર ની આર.કે.નગરસોસાયટીમાં રહેતા પરિવાર ની યુવતી સાથે સગાઇ અને લગ્ન ની લાલચ આપી તેની સાથે શરિર સુખ માણી બ્લેક મેઈલ કરવાની ધમકી આપી મરવા માટે મજબૂર કરનાર મૂળ ચાણસ્મા ના વતની અને હાલ પાટણ ખાતે રહેતા યુવક સામે ઝેરી દવા પી જીદગી ટુકાવનાર યુવતી ના ભાઈ દ્રારા પાટણ સીટી બી પો.સ્ટે.મા ફરિયાદ નોંધાવતા પોલીસે ધરણસર ની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે. આ ઘટના ની મળતી હકીકત મુજબ પાટણ શહેરના આર.કે.નગર સોસયટી,હાંસાપુર ખાતે રહેતા ભરતભાઇ સબુરભાઇ પસાભાઈ પરમાર ની બહેન પિનલ ઉ.વ. 24 ને ડોડીયા કરણ દિનેશભાઈ રહે.પાર્થરેસીડન્સી,પાટણ મુળ રહે.ચાણસ્મા, ઈન્દિરાનગર સોસાયટી વાળાએ પિનલ ઉ.વ.24 નાઓની સાથે સગપણ કરવાની વાત કરી તેને વિશ્વાસમાં લઈ તેની સાથે લગ્ન કરવાનુ કહી તેની સાથે શરિરીક સંબધ બાંધી તેની પાસે થી તેના ભુતકાળ વિશેની અંગત વાતો જાણી લઈ તેમના ઘરના સભ્યોને તેના ભુતકાળના સંબધોની જાણ કરી દેવાની ધમકીઓ આપી પિનલ ને સગપણ તોડી નાખવાનુ કહી પિનલ ને સુસાઈડ કરવા મજબુર કરતાં તેણી એ ગઈ તા.28/7/23 ના રોજ બપોરના આશરે ત્રણેક વાગેના સુમારે પોતાના ઘરે ઉધઈ ની દવા પી લેતાં તેને સારવાર અર્થે ખસેડવામાં આવી હતી.જેનું ગતરોજ સારવાર દરમિયાન મોત નિપજતા આ બાબતની મૃતક પિનલ ના ભાઈ ભરતભાઈ સબુરભાઈ પરમાર દ્રારા બી ડિવિઝન પોલીસ મથકે ડોડીયા કરણ દિનેશભાઈ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.
અહેવાલ યશપાલ સ્વામી