પાટણની શૈક્ષણિક ક્ષેત્રે, રમત-ગમત ક્ષેત્રે, સાંસ્કૃતિક ક્ષેત્રે બાળકોના સતત સર્વાંગી વિકાસમાં અગ્રેસર એવી શેઠ એમ. એન. પ્રાથમિક શાળામાં સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે મેરી મિટ્ટી,મેરા દેશ થીમ પર વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું જેમાં શાળાના તમામ બાળકો દ્વારા અલગ અલગ સ્પર્ધાઓમાં ભાગ લેવામાં આવ્યો. જેમાં ચિત્ર સ્પર્ધા, મહેંદી સ્પર્ધા, રંગોળી સ્પર્ધા, વકૃત્વ સ્પર્ધા, 181 અભયમ ટીમ દ્વારા માર્ગદર્શન, માટી માંથી વિવિધ નમુના, દેશભક્તિ ગીત સ્પર્ધા તથા ડાન્સ સ્પર્ધા નું આયોજન કરવામાં આવ્યું તથા વિવિધ સ્પર્ધાઓમાં વિજેતા થનાર તમામ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત ઇનામ આપવામાં આવ્યા.
શાળામાં મેરી મિટ્ટી મેરા દેશ થીમ અંતર્ગત ચિત્ર સ્પર્ધા હેલ્પીંગ હેન્ડ ક્લબ ઓફ પાટણ દ્વારા ઉજવણી કરવામાં આવી તથા ચિત્ર સ્પર્ધામાં વિજેતા થનાર તમામ વિદ્યાર્થીઓને ઇનામ આપવામાં આવ્યા.
સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે ઉજવાયેલ દરેક સ્પર્ધાઓમાં વિદ્યાર્થીઓએ ખુબ ઉત્સાહભેર ભાગ લઈ સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરી.આ પ્રસંગે ઉત્તર ગુજરાત યુવક મંડળના ઉપપ્રમુખશ્રી મહેન્દ્રભાઈ પટેલ ,સહમંત્રીશ્રી અશોકભાઈ પટેલ, સંજયભાઈ પટેલ તથા હેલ્પીંગ હેન્ડ ક્લબ ઓફ પાટણના તમામ હોદ્દેદારો ઉપસ્થિત રહી કાર્યક્રમને ખૂબ સુંદર રીતે શોભાવ્યો હતો.
અહેવાલ યશપાલ સ્વામી