fbpx

બાલવા પ્રાથમિક શાળા ખાતે 75 માં પ્રજાસત્તાક પર્વ નિમિત્તે ડો.વી.એમ.શાહ દ્વારા રાષ્ટ્રધ્વજ લહેરાવી સલામી અપાઇ..

Date:

પાટણ તા. ૨૬
75 મા પ્રજાસત્તાક દિનની પાટણ શહેર સહિત સમગ્ર જિલ્લામાં દેશ ભક્તિ ની ભાવના સાથે ઉજવણી કરવામાં આવી હતી.પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના બાલવા ગામની પ્રાથમિક શાળા ખાતે પાટણ સુભદ્રા નગરમાં આવેલ અવની હોસ્પિટલ ના તબીબ અને બાલવા ગામના વતની ડો. વ્યોમેશ શાહ ના વરદ હસ્તે રાષ્ટ્ર ધ્વજ ને લહેરાવી 26 મી જાન્યુઆરી 75 મા પ્રજાસત્તાક પવૅ ની ઉજવણી નો પ્રારંભ કરવા માં આવ્યો હતો.

બાલવા પ્રાથમિક શાળા ખાતે આયોજિત પ્રજાસત્તાક દિનની ઉજવણી મા ઉપસ્થિત રહેલા ડો. વ્યોમેશ શાહે શાળાના બાળકો ને ઉચ્ચ કારકિર્દી માટે શુભેચ્છા પાઠવી ગ્રામજનોને શિક્ષણ,આરોગ્ય, પયૉવરણ, બેટી બચાવો, બેટી પઢાઓ જેવી બાબતે સભાન બનવાની સાથે પોતાના બાળકોને ઉચ્ચ શિક્ષણ સુધી અભ્યાસ કરાવવા અપીલ કરી શાળામાં કોમ્પ્યુટર રૂમ બનાવી આપવા માટે પોતાની ઉદારતા દશૉવતા શાળા પરિવાર સહિત ગ્રામજનોએ ડો. વ્યોમેશ શાહ નો આભાર વ્યકત કર્યો હતો.

બાલવા પ્રાથમિક શાળા ખાતે આયોજિત 75 મા પ્રજાસત્તાક દિનની ઉજવણી ના ઉપલક્ષ્યમાં શાળાના બાળકો દ્રારા સાસ્કૃતિક અને દેશભક્તિ, પયૉવરણ ની થીમ પર કાર્યક્રમો રજૂ કરી સૌને મંત્રમુગ્ધ કયૉ હતા. કાર્યક્રમ મા ભાગ લેનાર તમામ બાળકોને ડો. વ્યોમેશ શાહ સહિત ગામના આગેવાનો દ્વારા રોકડ પુરસ્કાર આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યાં હતાં.

બાલવા પ્રાથમિક શાળા ખાતે આયોજિત પ્રજાસત્તાક પર્વની ઉજવણીના આ કાર્યક્રમને સફળ બનાવવા શાળા ના આચાર્ય ભાવેશભાઈ પટેલ સહિત સમગ્ર શાળા પરિવાર સાથે ગામના આગેવાન રેવાભાઈ દેસાઈ ડિરેક્ટર એપીએમસી, બબાભાઈ દેસાઈ, નટવરસિંહ સોલંકી સહિતના ઓએ જહેમત ઉઠાવી હતી.

Share post:

Subscribe

Popular

More like this
Related

આજે એક દિવસની મુલાકાતે ગુજરાતના મુખ્યમંત્રી પાટણ ખાતે પધારશે..

આજે એક દિવસની મુલાકાતે ગુજરાતના મુખ્યમંત્રી પાટણ ખાતે પધારશે.. ~ #369News