ભક્તિ સંગીત અને શાસ્ત્રોકત મંત્રોચ્ચાર સાથે ડિપાર્ટમેન્ટ ખાતે શ્રી નું વિસર્જન કરાયું..
પાટણ તા. 21 પાટણ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના વિવિધ વિભાગોમાં શૈક્ષણિક કાર્યની સાથે સાથે ધર્મ સંસ્કૃતિને ઉજાગર કરતા ધાર્મિક ઉત્સવોની પણ ઉજવણી કરવામાં આવતી હોય છે. યુનિવર્સિટીના ડિપાર્ટમેન્ટ ઓફ કોમ્પ્યુટર સાયન્સ વિભાગ ખાતે ગણેશ ઉત્સવ ની ઉજવણી નું વિભાગના હેડ ડો. ભાવેશભાઈ પટેલ અને પ્રો.હેત ત્રિવેદી સહિતના સ્ટાફની ઉપસ્થિત વચ્ચે વિધાર્થીઓ દ્રારા ભક્તિ સભર માહોલમાં ગણેશ ચતુર્થીના પાવન દિવસે આયોજન કરવામાં આવ્યું હતું. ગણેશ ચતુર્થીના દિવસે વિઘ્નહર્તા દેવની ઇકો ફ્રેન્ડલી પ્રતિમાને ભક્તિ સંગીતના સૂરો સાથે યુનિવર્સિટી કેમ્પસમાં પરિક્રમા કરાવી ગણપતિ બાપ્પા મોરિયા નાદ વચ્ચે ડિપાર્ટમેન્ટ ખાતે સ્થાપના કરી પુજા અચૅના અને સમૂહ આરતી સાથે વિદ્યાર્થીઓ દ્વારા ગજાનંદ ગણપતિના ગુણગાન ગાઈ સમગ્ર વાતાવરણ ને શ્રીગણેશ મય બનાવી કરવામાં આવી હતી.
યુનિવર્સિટીના ડિપાર્ટમેન્ટ ઓફ કોમ્પ્યુટર સાયન્સ વિભાગ ખાતે આયોજિત કરાયેલા આ ગણપતિ ઉત્સવ દરમ્યાન ગણપતિ બાપ્પા ની કેક કાપી તેઓની સન્મુખ 56 ભોગ નો અન્નકુટ ધરવામાં આવ્યો હતો અને બુધવારે બપોરે 4:39 કલાકના શુભમુહૅત મા વિઘ્નહર્તા દેવનું ડિપાર્ટમેન્ટ પરિસર ખાતે શાસ્ત્રો મંત્રોચ્ચાર સાથે ગણપતિ બાપા મોરિયા અગલે બરસ તું જલ્દી આના ગગન ભેગી નાદ વચ્ચે વિસર્જન કરવામાં આવ્યું હતું. યુનિવર્સિટીના ડિપાર્ટમેન્ટ ઓફ કોમ્પ્યુટર સાયન્સ વિભાગ ખાતે 39 કલાક માટે આયોજિત કરાયેલા ગણપતિ મહોત્સવને સફળ બનાવવા સમગ્ર ડિપાર્ટમેન્ટ સ્ટાફ અને વિદ્યાર્થીઓ દ્વારા સુંદર આયોજન સાથે જહેમત ઉઠાવવામાં આવી હતી.
અહેવાલ યશપાલ સ્વામી