પાટણ તા. 21 હાલના સમયમાં સોશિયલ મીડિયાના વધુ પડતા ઉપયોગથી ગુનાખોરીનું પ્રમાણ પણ વધ્યું છે. કેટલાંક લોકો વિવિધ સોશિયલ મીડિયા પર અલગ-અલગ ફેક એકાઉન્ટ બનાવીને લોકો ને હેરાન કરતા હોય છે. આવી જ ઘટના પાટણ વિસ્તારમાં બની છે જેમાં ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ ઉપર અશ્લિલ મેસેજો તથા વિડીયો કોલ કરી હેરેસમેન્ટ કરતા ઇસમને રેલ્વે ગરનાળા પાસેથી પાટણ સાયબર ક્રાઈમ પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યો છે. આ ઘટનાની વિગત એવી છે કે, પાટણ ના પદ્મનાથ ચોકડી વિસ્તારમાં રહેતી એક યુવતીને સરસ્વતી તાલુકાના જીગર દિનેશ ભાઈ એ Jigs joshi_patan નામના ઈન્સ્ટાગ્રામ આઇડી ઉપરથીતા.13/09/2023 ના રોજ ફરીયાદીના ઇન્સ્ટાગ્રામ આઇ.ડી.ઉપર ફ્રેન્ડ રીકવેસ્ટ મોકલી યુવતી સાથે પોતે બીસીસીઆઇમાં ક્રિકેટ કોચ હોવાની ખોટી ઓળખ આપી ફરીયાદી સાથે મિત્રતા કરી વિશ્વાસમાં લઈ ફરીયાદીના ખોટા ન્યુડ વીડીયો બનાવી ગઈ તા.16/09/2023 ના યુવતીને વોટસઅપ મારફતે બિભત્સ ન્યુડ વીડીયો મોકલી સોશીયલ મીડીયામાં વાયરલ કરવાની તેમજ ફરીયાદીને બદનામ કરવાની ધમકી આપી ફરીયાદી પાસે થી બળજબરી પૂર્વક રૂપીયા બે લાખ કઢાવવાની માંગણી કરી બ્લેકમેલ કરી યુવતી ને બદનામ કરવાના ઈરાદે ખોટા ન્યુડ વિડીયો બનાવી ઈજ્જતની લજ્જાને ગંભીર નુકસાન પહોંચાડી ફરીયાદીના ચારિત્ર ને હાનિ નુકસાન પહોંચાડે છે. જેનો ગુનો યુવતી એ શહેર ની બી ડિવિઝન માં નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી હતી અને ગણતરી ના કલાકો માં આરોપી જીગ્નેશ જોષી ને રેલવે ગરનાળા પાસે થી મોબાઈલ સાથે સાઇબર ક્રાઈમ પોલીસ ઝડપી વધુ કાર્યવાહી માટે બી ડિવિઝનને સોંપવામાં આવ્યો હતો .
અહેવાલ યશપાલ સ્વામી