fbpx

કુણધેર ગામની સીમ માંથી દેશી બનાવટની બંદુક સાથે એક ઇસમને ઝડપી લેતી એસ.ઓ.જી ટીમ…

Date:

પાટણ તા. ૮
પાટણ જિલ્લા પોલીસ અધિક્ષક ડો.રવિન્દ્ર પટેલ નાઓએ હથીયાર બંધીની કડક અમલવારી કરવા સ્પેશીયલ ઝુંબેશનું આયોજન કરેલ હોઇ જે અનુસંધાને પાટણ SOG ઇન્ચાર્જ પીઆઈ આર.જી.ઉનાગર ના માર્ગેદર્શન હેઠળ એક્શન પ્લાન બનાવી એસઓજી શાખા,પાટણની ટીમ પાટણ તાલુકા પોસ્ટે. વિસ્તાર માં પેટ્રોલીગમાં હતી તે દરમ્યાન ખાનગી રાહે બાતમી મળેલ કે, કુણઘેર ગામની મામા વાંટા તરીકે ઓળખાતી સીમમાં બાવળોની ઝાડીઓમાં કરીમ સુલેમાન અલ્લારખા જાતે ભટ્ટી ઉં. વ. આ. ૩૯ રહે. રાણીસર તા.સાંતલપુર જિ.પાટણવાળો પોતાની પાસે ગેર કાયદેસર દેશી બંદુક લઇને ફરે છે જેની તપાસ કરતા પોતાના કબજામાં ગે.કા. વગર પાસ પરવાનાની દેશી હાથ બનાવટની બંદુક નંગ-૧ કિં. રૂ. ૨,૫૦૦/-ના મુદ્દામાલ સાથે પકડી પાડી મે.જીલ્લા મેજી સા પાટણના હર્થીયાર બંધીના જાહેર નામાનો ભંગ કરેલ હોઇ જેથી તેની વિરૂધ્ધ આર્મ્સ એકટ કલમ-૨૫ (૧-બી) એ તથા જી.પી.એકટ કલમ-૧૩૫ મુજબ કાર્યવાહી કરી આગળની તપાસ થવા સારૂ આરોપીને મુદ્દામાલ સાથે પાટણ તાલુકા પોં.સ્ટે. સોપવામાં આવેલ હોવાનું જાણવા મળ્યું છે.

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણમાં ધોરણ 10 નું 62.17 ℅ પરિણામ આવ્યું : 66 છાત્રોએ A1 ગ્રેડ પરિણામ હાંસલ કર્યું..

પાટણમાં ધોરણ 10 નું 62.17 ℅ પરિણામ આવ્યું : 66 છાત્રોએ A1 ગ્રેડ પરિણામ હાંસલ કર્યું.. ~ #369News

પાટણ જિલ્લા કોઓર્ડીનેટર અને બાલીસણા ના વતની અંકિતા પટેલને રાષ્ટ્રીય એવોર્ડ થી સન્માનિત કરાયા..

પાટણ જિલ્લા કોઓર્ડીનેટર અને બાલીસણા ના વતની અંકિતા પટેલને રાષ્ટ્રીય એવોર્ડ થી સન્માનિત કરાયા.. ~ #369News