શાળા સંચાલક સહિત સમગ્ર સ્ટાફ પરિવાર અને વિદ્યાર્થીઓએ વિઘ્નહર્તા સમક્ષ પૂજા અર્ચના અને આરતી કરી હિંદુ સંસ્કૃતિને ઉજાગર કરી..
પાટણ તા. 22 પાટણ શહેરના રાજમહેલ રોડ પર આવેલ તપોવન સ્કૂલ કેમ્પસ ખાતે ગણેશ ચતુર્થી ના પાવન દિવસે વિઘ્નહર્તા દેવનું શાસ્ત્રોક મંત્રોચ્ચાર સાથે પાંચ દિવસ માટે સ્થાપન કરવામાં આવ્યું હતું. ગણેશ ઉત્સવ નિમિત્તે શાળા કેમ્પસ ખાતે સ્થાપિત કરાયેલા વિઘ્નહર્તા દેવની પ્રતિમા ની શાળા સંચાલક હાર્દિકભાઈ રાવલ તેમજ સમગ્ર સ્ટાફ પરિવાર સાથે વિદ્યાર્થીઓ દ્વારા પૂજા અર્ચના અને આરતી કરવામાં આવી હતી. તો શાળાની વિદ્યાર્થીનીએ ગણેશ વંદના પ્રસ્તુત કરી સમગ્ર વાતાવરણને શ્રી ગણેશમય બનાવ્યું હતું.
શાળા પરિસર ખાતે પાંચ દિવસ માટે આયોજિત કરાયેલા ગણેશ ઉત્સવ દરમિયાન રોજે રોજ વિદ્યાર્થીઓ દ્વારા ગણેશ વંદના સહિતના ધાર્મિક કાર્યક્રમો સાથે વિઘ્નહર્તા સમક્ષ વિશ્વ કલ્યાણની કામના વ્યક્ત કરી વિદ્યાર્થીઓ માં ધાર્મિક સંસ્કારોનું સિંચન કરવામાં આવતું હોવાનું શાળા પરિવારે જણાવ્યું હતું.
અહેવાલ યશપાલ સ્વામી