fbpx

આર્યાવ્રત નિર્માણ અને ધ્વનિ સંગીત દ્વારા વસંત પંચમી એ સરસ્વતી વંદના, મહાઆરતી, વૃક્ષારોપણ કરાયું…

Date:

પાટણ તા. ૧૫
માં સરસ્વતીના પ્રાગટ્ય દિવસ વસંતપંચમી નિમિતે આર્યાવ્રત નિર્માણ અને ધ્વનિ સંગીત પરિવાર દ્વારા સહસ્ત્ર તરુવનના સરસ્વતી પંચતીર્થ ખાતે માં સરસ્વતીની પૂજા અર્ચના કરી વંદના, સ્તુતિ અને મહા આરતી કરવામાં આવી હતી. તથા સેવા વયનિવૃત થયેલ પાટણ બનાસકાંઠા જિલ્લા નગર નિયોજક વિનોદભાઈ જોશી અને ઉત્તર ગુજરાત યુનિવર્સીટીના એન. એસ. એસ. ના કોઓર્ડીનેટર ડો. જે. ડી. ડામોર ને સન્માનપત્ર આપી સન્માનિત કરાયા હતા.આ પ્રસંગે આર્યાવ્રતના પ્રમુખ નિલેશ રાજગોર, કાર્યક્રમ ના અધ્યક્ષ અરવિંદસિંહજી વાઘેલાએ વસંત પંચમી નું મહત્વ ઉત્તમ ઉદાહરણો આપી સમજાવવા માં આવ્યું હતું. મુખ્ય મહેમાન પિયુષભાઇ આચાર્ય તથા અશોકભાઈ વ્યાસ દ્વારા સંસ્કૃતિ અને પ્રકૃતિના સંગમ સમા સરસ્વતી પંચતીર્થની સરાહના કરી પર્યાવરણ જાળવણી માટે સૌને આહવાન કરાયું હતું.

આ પ્રસંગે શિક્ષણ નિરીક્ષક ડો. મધુબેન દેસાઈ, નોર્થ ગુજરાત એજયુકેશનના COD પ્રોફેસર જય ઉપેન્દ્ર ધ્રુવ, નગરપાલિકા પ્રમુખ શ્રીમતી હિરલબેન પરમાર, જગન્નાથ જોશી,અશોક જોશી,અશ્વિનભાઈ જોશી, ડો.રોશન અગ્રવાલ સહીત મહેમાનોએ ઉપસ્થિત રહી પીપળો, વડ, ઉંબરો, પારિજાત અને દેશી આંબો એમ પાંચ વૃક્ષો વાવી માં સરસ્વતીને અર્પણ કર્યા.ધ્વનિ સંગીતના સમ્યક પારેખ અને અશોકભાઈ વ્યાસ નું પણ માં સરસ્વતીના સાધક તરીકે સન્માન કરવામાં આવ્યું હતું. ધ્વનિ સંગીતના વિધાર્થીઓએ સરસ્વતી માતાની સ્તુતિ, ગીતો આરતી વગેરે રજુ કર્યા હતા.કાર્યક્રમને સફળ બનાવવા વિવેક દવે, વિનોદ જોશી, નીરવ પટેલ, જીગ્નેશ કડિયા,પ્રજ્ઞેશ પ્રજાપતિ, અનિલભાઈ, ભાવેશભાઈ, જય અમીન,નરેશજી ઠાકોરે જહેમત ઉઠાવી હતી.

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણની ધારપુર હોસ્પિટલ માં છેલ્લા ચાર દિવસથી વિજળી ફોલ્ટ સજૉયો:જનરેટર પણ બંધ છે..

પાટણની ધારપુર હોસ્પિટલ માં છેલ્લા ચાર દિવસથી વિજળી ફોલ્ટ સજૉયો:જનરેટર પણ બંધ છે.. ~ #369News

પાટણ SOG પોલીસે રૂ. 4.34 લાખની કિંમતના ગાજાના જથ્થા સાથે ખરેડાના શખ્સને ઝડપ્યો.

મુદામાલ સાથે શખ્સને વાગડોદ પોલીસ હવાલે કરાયો.. પાટણ તા. ૬પાટણ...

પાટણની જય બંગ્લોઝ સોસાયટી ખાતે ના ગોગા મહારાજ મંદિર પરિસર ખાતે વૃક્ષારોપણ કરાયું..

વિવિધ પ્રકારના 50 વૃક્ષોનું વાવેતર કરી તેના જતન માટે...