fbpx

જિલ્લા મહિલા કલ્યાણ સમિતિ અંતર્ગત શક્તિ સદન યોજનાની કમિટીની બેઠક યોજાઈ..

Date:

પાટણ તા. 22 જિલ્લા સેવા સદન ખાતે નિવાસી અધિક કલેકટર પ્રદીપસિંહ રાઠોડની અધ્યક્ષતામાં જિલ્લા મહિલા કલ્યાણ સમિતિ અંતર્ગત શક્તિ સદન યોજનાની કમિટીની બેઠક શુક્રવારે યોજાઇ હતી. આ બેઠકમાં સૌ પ્રથમ “શક્તિ સદન” યોજના વિશેની માહિતીઆપવામાં આવી હતી. ત્યારબાદ નિવાસી અધિક કલેકટર પ્રદીપસિંહ રાઠોડ દ્વારા આ યોજના વિષેની વાસ્તવિક પરિસ્થિતિ કમિટીની સભ્યો પાસેથી મેળવી કમિટીના સભ્યો જોડે સવાંદ ગોષ્ઠી દ્વારા “શક્તિ સદન” યોજનાઓના આયામો, બેજીક પાયાના નિયમો વિશે બારીકાઈથી ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકને સંબોધતા નિવાસી અધિક કલેકટર પ્રદીપસિંહ રાઠોડ જણાવ્યું હતું કે આ યોજનાની સરકારી નિયમાવલી ઝડપથી પૂર્ણ કરી જિલ્લામાં શક્તિ સદન યોજના અમલમાં મુકવામાં આવશે. આ યોજના થી સમાજમાં મુશ્કેલ સંજોગોમાં મુકાયેલ મહિલાઓ, માનવ તસ્કરી માંથી મુક્ત કરાયેલ મહિલાઓના જીવનમાં સ્થિરતાઆવશે. આ બેઠકમાં જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ સેક્રેટરી, સામાજિક કાર્યક્રર નલિનીબેન માને,ઉષાબેન બુચ, મનીષાબેન ઠક્કર પ્રોગ્રામ ઓફિસર ગૌરીબેન સોલંકી,ડો.લીલાબેન સ્વામી,જીલ્લા દહેજ પ્રતિકબંધક મુકેશભાઈ, ફિલ્ડ ઓફિસર મુકેશભાઈ,ડીસ્ટ્રીકટ મીશન કો-ઓ દિલીપભાઈ હાજર રહ્યા હતા.

બોક્સ: શક્તિ સદન” મિશન શક્તિ યોજના હેઠળ સંબલ અને સામર્થ્ય હેઠળ પેટા યોજના શરૂ કરવામાં આવેલ છે. આ પેટા યોજના પૈકી સામર્થ્ય હેઠળ શક્તિ સદન યોજનાઓનો સમાવેશ કરવામાં આવેલ છે. અગાઉ અમલિત સ્વાધાર અને ઉજ્જવલાને શક્તિ યોજનામાં મર્જ કરવામાં આવી છે. શક્તિ સદન યોજના દ્વારા મુશ્કેલ સંજોગોમાં મુકાયેલ મહિલાઓના આવાસ માટેની સ્વધાર યોજના અને હ્યુમન ટ્રાફિકિંગ અટકાવવા માટે કામ કરશે. તેમાં સામાજિક તેમજ આર્થિક જરૂરિયાત ધરાવતી મહિલાઓને તથા ગેરકાયદેસર દેહવ્યાપારનો ભોગ બનેલ મહિલાઓને આશ્રય, ખોરાક, વસ્ત્રો, તબીબી સારવાર જેવી પ્રાથમિક જરૂરીયાતો પુરી પાડવવામાં આવશે. તથા આવી મહિલાઓનું આર્થિક પુન:સ્થાપન કરવા તેમજ આર્થિક રીતે પગભેર કરવામાં આવશે. આ યોજના અંતર્ગત રોકાણ ઉપરાંત આવશ્યક સેવ પુરી પાડવામાં આવશે. આ માટે આવશ્યક કેન્દ્ર બનાવવામાં આવશે. જેમાં રોકાયેલ મહિલાઓના ખાતામાં રૂપિયા ૫૦૦ દર મહિને જમા કરવામાં આવશે જે ગૃહ રોકાણ દરમ્યાન ઉપાડી શકશે નહીં. આ જમા રકમ “શક્તિ સદન” છોડ્યા પછી તેમના જીવનમાં નવી કારકિર્દી શરૂઆત કરતી વખતે સીડ મની તરીકે ઉપયોગ કરી શકશે. ઉપરાંત માનવ તસ્કરીમાંથી મુક્ત કરાયેલ મહિલાઓ અને બાળકો ને પાયાની જરૂરિયાત, કાનૂની જરૂરિયાત, તબીબી સુવિધાઓ, કાઉન્સેલિંગ, શિક્ષણ અને વ્યાવસાયિક તાલીમ જેવી સેવાઓ પુરી પાડવામાં આવશે.

અહેવાલ યશપાલ સ્વામી

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણ સમીપ રામનગરના ભદ્રાડાપુરા માં શ્રી રામદેવપીર મંદિરની ત્રિ દિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયો..

પાટણ સમીપ રામનગરના ભદ્રાડાપુરા માં શ્રી રામદેવપીર મંદિરની ત્રિ દિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયો.. ~ #369News