google.com, pub-6060226431668791, DIRECT, f08c47fec0942fa0

પદ્મનાભ મુક્તિધામમાં મહાદેવજી ની પ્રતિમા નું સ્થાપન કરનાર દાતા પરિવાર દ્વારા મુક્તિધામ સમિતિ અને પદ્મનાભ ટ્રસ્ટનો આભાર દર્શન કાર્યક્રમ યોજાયો…

Date:

દાતા પરિવારને પણ ટ્રસ્ટી મંડળ દ્વારા આવા શુભ કાર્યમાં સહયોગી બનવા બદલ આભાર વ્યક્ત કરાયો..

પાટણ તા. 22 નિરંજન નિરાકાર સ્વરૂપે પાટણ શહેરમાં પૂજનીય શ્રી પદ્મનાભ ભગવાનના મંદિર પરિસર ખાતે હાલમાં અનેકવિધ વિકાસના કામો ચાલી રહ્યા છે. ત્યારે પદ્મનાભ મંદિર પરિસરની પાછળ આવેલા શ્રી પદ્મનાભ મુક્તિધામમાં પણ અનેક વિકાસના કામો સાથે વિવિધ દેવી દેવતાઓની પ્રતિમાઓનું સ્થાપન કરવામાં આવ્યું છે. મુક્તિધામ ખાતે દાતા પરિવાર દ્વારા તાજેતરમાં સ્થાપિત કરાયેલ ભગવાન ભોળાનાથની પ્રતિમા બદલ સહિયોગી બનેલા મુક્તિધામ સમિતિના સભ્યો અને શ્રી પદ્મનાભ મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટીઓનો આભાર દર્શન કાર્યક્રમ દાતા પરિવાર દ્વારા શુક્રવારની સાંજે મુક્તિધામ પરિસર ખાતે આયોજિત કરવામાં આવ્યો હતો.

આ પ્રસંગે ભગવાન ભોળાનાથની પ્રતિમાના દાતા પરિવાર દ્વારા શ્રી પદ્મનાભ મુક્તિધામ સમિતિના સભ્યો અને શ્રી પદ્મનાભ મંદિર ટ્રસ્ટ પરિવારના ટ્રસ્ટી મંડળ ને શાલ, બુકે દ્રારા સન્માનિત કરી અભિવાદિત કરવામાં આવ્યાં હતાં. આ પ્રસંગે શ્રી પદ્મનાભ મુક્તિધામ સમિતિ અને શ્રી પદ્મનાભ મંદિર ટ્રસ્ટ દ્વારા પણ દાતા પરિવારનો અંતઃકરણપૂર્વક આભાર વ્યક્ત કરી આવા શુભ કાર્યમાં સદાય સહયોગી બનતા રહે તેવી અભિલાષા વ્યક્ત કરી હતી.

અહેવાલ યશપાલ સ્વામી

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણ પંથકમાં તંત્રથી બેખોફ ભૂમાફિયાઓ દ્રારા મોટા પાયે કરાતી ખનન ચોરી..

ખનન ચોરી મામલે જાગૃત લોકો દ્વારા તંત્ર નું ધ્યાન...

સંસ્કૃતભાષાને પણ ગુજરાતીની જેમ જ સહજતાથી વ્યવહારમાં લાવી શકાય તેમ છે : સ્વામી હરિહરાનંદ સાગર

સંસ્કૃતભાષાને પણ ગુજરાતીની જેમ જ સહજતાથી વ્યવહારમાં લાવી શકાય તેમ છે : સ્વામી હરિહરાનંદ સાગર ~ #369News