fbpx

પાંચ મહીનાથી વોરન્ટના નાસતા ફરતા આરોપીને સાંતલપુર પોલીસ ટીમે દબોચ્યો..

Date:

પાટણ તા.૧૪
પાટણ જિલ્લા પોલીસ અધિક્ષકની સૂચના ના આધારે જિલ્લાની પોલીસ દ્વારા નાસતા ફરતાં અને વિવિધ ગુનાઓમાં સંડોવાયેલ આરોપીઓને ઝડપી લેવા કરેલ ચક્રોગતિમાન દરમ્યાન સાતલપુર પોલીસ સ્ટેશન માં ફરજ બજાવતા પો.સ.ઇ. એચ.વી.ચૌધરી સહિત પોલીસ સ્ટાફના માણસો સાથે પો.સ્ટે. વિસ્તાર પેટ્રો લીંગ મા હતા તે દરમ્યાન ખાનગી રાહે બાતમી મળેલ કે સાંતલપુર પોલીસ સ્ટેશનમાં પાંચ માસ પૂર્વે નોધાયેલ ગુનાના કામનો અને CrPc કલમ-૭૦ મુજબ ધરપકડ વોરન્ટ થી નાસતો ફરતો આરોપી
જયદેવ સિંહ ઉર્ફે જૈદુભા સુરેશસિંહ બાબુભા રાઠોડ રહે.નવા ભાભર દરબાર માઢ રબારી વાસની બાજુ
માં તા-ભાભર જિ-બનાસકાંઠા વાળો ઝઝામ ગામના પાટીયા મુકામે ઉભો છે જે હકીકત ના આધારે સાતલપુર પો. સ. ઈ. સહિત ના સ્ટાફે તાત્કાલિક ધટના સ્થળે પહોંચી ઉપરોક્ત આરોપી ને દબોચી ઉપરોક્ત ગુનાના કામે અટક કરી વધુ તપાસ સાતલપુર પોલીસે હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.

Share post:

Subscribe

Popular

More like this
Related

શ્રીમંત ફતેહસિંહરાવ લાઇબ્રેરી દ્વારા ગુજરાતી વ્યાકરણનો સેમીનાર યોજવામાં આવ્યો

પાટણ તા. 30 પાટણના ધો.10 ના વિદ્યાર્થીઓને ગુજરાતી વ્યાકરણનાં...