પાટણ તા. 23 પાટણ શહેરના અંબાજી નેળિયા વિસ્તારમાં આવેલ યશ ટાઉનશીપ ખાતે પાટણ જિલ્લા બાગાયત વિભાગ, ભારત વિકાસ પરિષદ સિધ્ધહેમ શાખા અને આટૅ ઓફ લિવિંગ પાટણ શાખાનાં સંયુક્ત ઉપક્રમે ઝેરી રસાયણો યુકત દવાઓ અને ખાતરો દ્વારા ઉગાડવામાં આવતા રોજ બરોજના ઉપયોગમાં આવતા શાકભાજીના દુષણ માંથી લોકોને બહાર લાવીને જરૂરીયાત પ્રમાણેની શાકભાજી કે અન્ય ચીજવસ્તુઓ ઘર આંગણે જઓર્ગેનિક રીતે ઉગાડીને સંપૂર્ણ આરોગ્યલક્ષી ઓર્ગેનિક આહાર મળે તે માટેની પધ્ધતિઓ શિખવવા માટેનો કાર્યક્રમ આયોજિત કરાયો હતો.
આ કાર્યક્રમમાં પાટણનાં બાગાયત અધિકારીઓ દ્વારા ઘર આંગણે ઓર્ગેનિક શાકભાજી ઉગાડવા અંગે મહિલાઓને તાલીમ અપાઇ હતી.પાટણ જિલ્લા બગાયત વિભાગ, ભારત વિકાસ પરિષદ સિધ્ધહેમ શાખા અને આટૅ ઓફ લિવિંગ પાટણ શાખાનાં સંયુક્ત ઉપક્રમે આયોજિત આ કાર્યક્રમમાં બાગાયત અધિકારી ગાલાવાડિયા, યુ.ડી. દેસાઇ, ભરત ડી. ચૌધરી,અમિત બી. દેસાઇએ ઉપસ્થિત રહી મહિલાઓને ‘કિચન-ગાર્ડન ઘર આંગણે ઓર્ગેનિક રીતે શાકભાજી ઉગાડવાની’ તાલીમ આપી હોવાનું આર્ટ ઓફ લિંવિગ પાટણ શાખાના જયેશભાઈ પટેલે જણાવ્યું હતું.
અહેવાલ યશપાલ સ્વામી