વૈદિક ગણિત ના જ્ઞાન થી વિધાર્થીઓની ગણિત માં રસ અને રૂચિ વધશે : ધનરાજભાઈ ઠકકર…
પાટણ તા. 23 પાટણ ની શેઠ એમ.એન. હાઇસ્કુલના ઘો 9 થી ઘો. 12 વિધાર્થીઓ ગણિતની જટિલ ક્રિયાઓ માંથી છુટકારો મેળવી સરળ ભાષામાં ગણિત વિષય સમજી અને શીખી પરિક્ષામાં શ્રેષ્ઠ પરિણામ હાંસલ કરી શકે તેવા ઉમદા ઉદેશ સાથે શાળા સંકુલમાં શાળાના સમય સિવાયના ગુરુ અને શુક્ર એમ બે દિવસ વૈદિક ગણિતના વર્ગોની શરૂઆત શાળાના આચાર્ય ધનરાજભાઈ ઠક્કર દ્રારા શરૂ કરી અન્ય શાળાઓને પ્રેરણા પૂરી પાડી છે. પાટણ ની શેઠ એમ.એન હાઈસ્કૂલના આચાર્ય એ સરકાર દ્વારા તૈયાર કરેલ ધો.10 ના વૈદિક ગણિત ના પાઠ્ય પુસ્તકો માં લેખક-સમીક્ષક તરીકે કામ કર્યું છે. આ ઉપરાંત દેશભરમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકોને વૈદિક ગણિતની તાલીમ આપી પણ આપી છે ત્યારે પોતાની શાળાના વિદ્યાર્થીઓ વૈદિક ગણિત થી વંચિત ન રહે તે માટે તેમણે નિઃશુલ્ક વૈદિક ગણિતના વર્ગોની શરૂઆત કરી હોવાનું જણાવી વૈદિક ગણિતની જુદી જુદી પદ્ધતિઓથી વિધાર્થીઓ ગાણિતિક ક્રિયાઓ સરળતાથી અને ઝડપથી કરી શકશે.વર્તમાન ગણિત સૌથી કઠિન અને અઘરો વિષય લાગે છે. પરંતુ વૈદિક ગણિતની પદ્ધતિઓથી ગણિત ની આ જટિલ ક્રિયાઓ માંથી વિધાર્થીઓ ને છુટકારો મળશે અને વિધાર્થીઓ ને ગણિત પ્રત્યે રસ લાગશે. બોર્ડની જાહેર પરીક્ષાઓમાં વૈદિક ગણિતની પદ્ધતિઓથી ક્રિયાઓ કરવાથી 15 થી 20 મિનિટનો સમય બચશે. વિધાર્થીઓ ને અધરા દાખલાઓને વિચારવા માટે પુરતો સમય મળશે અને વર્ષોથી ગણિત બોરિંગ વિષયને બદલે વિધાર્થીઓ માટે રસપ્રદ બની રહેશે તેવું ધનરાજભાઈ ઠકકરે જણાવ્યું હતું.
અહેવાલ યશપાલ સ્વામી