પાટણ તા. 23 ભારત સરકારના નવા પાસ થયેલ નારી શક્તિ વંદન અધિનિયમ 2023 અંગે મહિલા આયોગના પૂર્વ સદસ્ય અને પાટણ વિધાનસભાના ભાજપ ના પૂર્વ ઉમેદવાર શ્રીમતી ડૉ. રાજુલબેન દેસાઈએ નવીન ભારત ના સ્વદ્રષ્ટા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને નારી શક્તિ વંદન અધિનિયમ 2023 ના ઐતિહાસિક નિર્ણય માટે ગુજરાતની મહિલાઓ વતી અભિનંદન પાઠવી આ પવિત્ર કામ માટે પવિત્ર પ્રતિભા શાળી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી નો હૃદય પૂર્વક આભાર વ્યક્ત કર્યો છે. ડો રાજુલબેન દેસાઈએ Women Led Develo pment સંકલ્પ ને સાચા અર્થમાં મહિલાઓ માટે, દેશની બેટીઓ માટે,વિવિધ ક્ષેત્રોમાં મહિલાઓની મહત્વની ભૂમિકા નિશ્ચિત કરી વિકાસના દ્વાર ખોલે છે. વિધાનસભા અને સંસદમાં મહિલાઓ ને 33 % અનામત આપી રાજકીય વિકાસને વેગ આપ્યો છે. મહિલાઓનો અવાજ હવે 33% અનામત થી સંસદમાં પણ ગુંજશે. મહિલાઓના અધિકારને સન્માન આપતા આનિર્ણયને તેઓએ આવકારતા આનંદની લાગણી વ્યક્ત કરી દેશના ભાગ્યની સાથે મહિલાઓના સર્વાંગી વિકાસ નિર્ધારિત કરતો મહિલા અનામત નો નિર્ણય લેવા બદલ તેઓએ ભારત સરકારને અભિનંદન પાઠવ્યા છે.
અહેવાલ યશપાલ સ્વામી