વરસાદના કારણે ધોવાણ થયેલા માર્ગને લઈ માર્ગના કામમાં ગેરરીતિ ની બુમ ઉઠી..
પાટણ તા. 23 પાટણ શહેર સહિત જિલ્લા માં સતત બે દિવસ અનરાઘાર વરસાદ થતા ની સાથે જ રોડ-રસ્તા ધોવાઈ જતા તંત્ર ની નબળી કામગીરી ની પોલ બહાર આવી છે .પાટણ થી હારીજ ને જોડતો 27 કિલો મીટર નો રોડ ખખડઘજ થતા વાહન ચાલકો ને તેના હાલાકી ભોગવી પડી રહી છે. સાથે રોજે રોજ બિસ્માર રોડ પર થી અવર જવર કરવી પણ હવે વાહન ચાલકો માટે મુશ્કેલ બનવા પામ્યું છે.
પાટણ જિલ્લા માં રાહ જોવરાય બાદ વરસાદ ની પધરામણી થવા ની સાથે જ તંત્ર ની અનેક પોલો વરસાદી પાણી માં ઘોવાઈ ગઈ અને પોલ બહાર આવવા પામી છે. જેમાં પાટણ અને હારીજ જવાનાં હાઇવે માર્ગ પર વરસાદ પડતા ની સાથેજ પાટણ તેમજ હારીજ ને જોડતો 27 કિલો મીટર ના રોડ ની હાલત બિસ્માર બની જવા પામી છે. જે ને કારણે વાહન ચાલકો ને ભારે હાલાકી નો સામનો કરવાનો વારો આવ્યો છે. પાટણ હારીજ માગૅ હાઇવે હોવાને કારણે રોજિંદા આ બિસ્માર રોડ પર થી અસંખ્ય વાહન ચાલકો પસાર થતા હોય છે જેથી વાહન ચાલકો ના શરીર માટે તેમજ વાહનો માટે પણ આ રોડ યોગ્ય રહ્યો નથી. પ્રજાના ટેક્સ ના રૂપિયા વરસાદ થતા ની સાથે જ તંત્ર દ્વારા બનાવમાં આવેલ રોડ માં ધોવાઈ ગયા છે.
અને રોડ ની હલકી ગુણવત્તા બહાર આવવા પામી છે. સાથે હાઇવે પર ઠેર ઠેર નાના મોટા અસંખ્ય ખાડાઓ પડ્યા છે સાથે વરસાદ બંદ થયે 4 દિવસ વીત્યા છતાં ખાડાઓ મા કોઈ પણ પ્રકાર નું પીચીંગ કે સમાર કામ કરવામાં નથી આવ્યું જેથી વાહન ચાલકો ની સામાન્ય ભૂલ અકસ્માત સર્જી શકે તેવી સ્થિતિ જોવા મળી રહી છે. કરોડો ના ખચૅ બનેલા રોડ રસ્તા ની ગુણવતા સાવ હલકી હોવાની લોકચચૉ એ હાલમાં જોર પકડયું છે.
અહેવાલ યશપાલ સ્વામી