પાટણ તા. 23 રાજ્યભરની ગ્રાન્ટેડ શાળાઓના સંચાલકો, આચાર્યો, શિક્ષકો અને વહીવટી કર્મચારીઓના વિવિધ પડતર પ્રશ્નો અંગે લડત ચાલી રહી છે જેમાં શનિવારે પાટણ શહેર ની વી કે ભૂલ સ્કૂલ થી બગવાડા દરવાજા સુધી શિક્ષકો ની વિવિધ પડતર માંગ ને લઈ સફેદ વસ્ત્રો અને કાળી પટ્ટી ધારણ કરી મૌન રેલી યોજાઈ હતી જેમાં મોટી સંખ્યામાં શિક્ષકો જોડાયા હતા.
રાજ્ય શૈક્ષણિક સંઘ સંકલન સમિતિના વિવિધ પડતર પ્રશ્નો અંગે ગુજરાત રાજ્ય શૈક્ષણિક સંધ સંકલન સમિતિના હોદેદારોના માર્ગદર્શન હેઠળ શિક્ષકોની કાયમી ભરતી, શિક્ષકોની ઘટ, જૂની પેન્શન યોજના, ઈજાફાનાં લાભ,પેપર ચકાસણી, પૂરક પરીક્ષાની ઉત્તરવહીની ચકાસણી, પરીક્ષણ અને નિરીક્ષણ કામગીરી, એકમ કસોટીની ઓનલાઈન એન્ટ્રી, શિષ્યવૃતિની દરખાસ્ત, ચૂંટણી કામગીરી અને બી.એલ.ઓ.ની કામગીરીનાં કારણે શાળાની હાલત કફોડી બની હોવાથી સરકાર સમક્ષ વારંવાર રજૂઆત કરવામાં આવતાં વિધાનસભાની ચૂંટણી પહેલાં સમાધાન કરી મોં મીઠા કરેલ અને ચૂંટણી બાદ તમામ માંગણી પુરી કરી પરિપત્રો કરવાની ખાતરી આપી હોવા છતાં સરકારે વાયદો પુરો નહીં કરતાં અકળાયેલા સંચાલકો, આચાર્યો,શિક્ષકો અને વહીવટી કર્મચારીઓ પાટણ જિલ્લા શૈક્ષણિક સંઘ સંકલન સમિતિના નેજા હેઠળ વિરોધ પ્રદર્શન કરતાં વિવિધ બેનરો સાથે સફેદ કપડાં અને કાળી પટ્ટી ધારણ કરીને શહેર ની વીકે ભૂલ સ્કૂલ ખાતે થી વિશાલ મૌન રેલી યોજાઈ હતી .જયાં સુધી માંગણીઓનો ઉકેલ નહીં આવે ત્યાંસુધી વિરોધ આંદોલન યથાવત રખાશે.આ રેલીમાં મોટી સંખ્યામાં શિક્ષકો ઉમટી પડયા હતા.
અહેવાલ યશપાલ સ્વામી