google.com, pub-6060226431668791, DIRECT, f08c47fec0942fa0

સહકાર ભારતી પાટણ જિલ્લો અને શ્રી સિધ્ધરાજ ક્રેડિટ કો ઓપ.સોસાદ્રારા સહકારી કાર્યકર્તા ચિંતન શિબિર યોજાઈ..

Date:

સહકારની ભાવનાને ઉજાગર કરવા વિના સંસ્કાર નહીં સહકાર અને વિના સહકાર નહિ ઉદ્ધાર ના મંત્રને સૌએ ચરિતાર્થ કરવો પડશે..

પાટણ તા. 25 સહકાર ભારતી પાટણ જિલ્લો અને શ્રી સિધ્ધરાજ કો ઓપરેટિવ સોસાયટી લી,પાટણના સૌજન્ય થી રવિવારના રોજ વકીલ સાહેબ ભવન શ્રી સિધ્ધરાજ કો ઓપરેટિવ ક્રેડિટ સોસાયટી લી. ટેલીફોન એક્સચેન્જ રોડ પાટણ ખાતે સહકારી કાર્યકર્તા ચિંતન શિબિર નું આયોજન સહકાર ભારતીય ના રાષ્ટ્રીય મહામંત્રી ઉદય જોશીજી, પ્રદેશ અધ્યક્ષ કાંતિભાઈ પટેલ,તેમજ શ્રી સિધ્ધરાજ કો.ઓપરેટિવ ક્રેડિટ સોસાયટી લી.પાટણના ચેરમેન કે.સી.પટેલ અને સહકારી અગ્રણીઓ ની ખાસ ઉપસ્થિતિમાં યોજાઈ હતી.

પાટણ ખાતે આયોજિત કરાયેલી સહકારી કાર્યકર્તા ચિંતન શિબિરમાં ઉપસ્થિત રહેલા સહકારી આગેવાનોએ સહકારની ભાવનાને ઉજાગર કરવા અને તેને મજબૂત બનાવવા સાચા અર્થમાં વિના સંસ્કાર નહીં સહકાર અને વિના સહકાર નહિ ઉદ્ધાર ના મંત્રને ચરીતાર્થ કરવા પર ભાર મૂક્યો હતો.

સહકારી કાર્યકર્તા ચિંતન શિબિરમાં પાટણ શહેર ભાજપ પ્રમુખ કિશોર મહેશ્વરી,પાટણ નગરપાલિકાના નવનિયુક્ત પ્રમુખ અને માતા ભીખાબાઈ મહિલા ક્રેડિટ સોસાયટીના ચેરમેન હિરલબેન અજયભાઈ પરમાર, રાષ્ટ્રીય સહકાર ભારતીય ના પૂર્વ મંત્રી હરેશભાઈ બોરીસાગર, ઉત્તર ગુજરાત ક્રેડિટ સોસાયટી ફેડરેશનના મંત્રી કિર્તીભાઈ પટેલ, સહકાર ભારતી જિલ્લા પ્રમુખ હરિભાઈ પટેલ, ગુંગડી પાટી સેવા સહકારી મંડળી ના ચેરમેન મહેન્દ્રભાઈ પટેલ (સરપંચ) સહિત એપીએમસી, જિલ્લા સહકારી સંધ, પાટણ જિલ્લાના સહકાર ભારતીના સમી,શંખેશ્વર, ચાણસ્મા, રાધનપુર, સિધ્ધપુર અને પાટણ તાલુકાના અધ્યક્ષો, મંત્રીઓ સાથે વિવિધ સહકારી આગેવાનો, હોદ્દેદારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા ચિંતન શિબિર ના પ્રારંભ પૂર્વે શ્રી સિધ્ધરાજ કોઓપરેટિવ ક્રેડિટ સોસાયટી લિમિટેડ પાટણના મેનેજિંગ ડિરેક્ટર યતિનભાઈ ગાંધીએ ઉપસ્થિત સૌ મહાનુભાવો નો પરિચય આપી શાબ્દિક સ્વાગત કર્યું હતું. સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન પાટણ જિલ્લા સંગઠન મંત્રી જયેશભાઈ પટેલે અને આભાર વિધિ મહામંત્રી સંજયભાઈ ચોખાવાલા એ કરી હતી.

અહેવાલ યશપાલ સ્વામી

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણના મહીન સ્વામીએ ધોરણ 10 સીબીએસસી ની પરીક્ષા માં એ વન ગ્રેડ પ્રાપ્ત કરી શિક્ષણ ક્ષેત્ર સિધ્ધી હાંસલ કરી…

પાટણ તા. ૧૫પાટણ શહેરના જાણીતા સેલટેક્સ, ઇન્કમટેક્સ પ્રેક્ટિસનૅર મહેન્દ્રભાઈ...

પાટણના નાગરિકો માટે મદદરૂપ અને માર્ગદર્શક બની રહી છે વોટર્સ હેલ્પલાઇન ‘1950’…

'1950' હેલ્પલાઇનના માધ્યમથી અત્યાર સુધીમાં 90 થી વધુ ફોનકોલ...