fbpx

પાટણ પાલિકા પ્રમુખે રાજ્યકક્ષા ની શાળાકીય બહેનો ની બાસ્કેટ બોલ સ્પર્ધા નો પ્રારંભ કરાવ્યો..

Date:

તા.24 સપ્ટેમ્બર થી તા. 30 સપ્ટેમ્બર દરમિયાન આયોજિત સ્પર્ધા મા કુલ 32 ટીમો એ રજિસ્ટ્રેશન કરાવ્યું..

પાટણ તા. 25 પાટણ સરદાર પટેલ રમત ગમત સંકુલ ખાતે રમત ગમત,યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ નો વિભાગ તેમજ સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત દ્વારારાજય કક્ષાની શાળાકીય અંડર .14,17 અને અં.19 બાસ્કેટબોલ (બહેનો) ની તા. 24 સપ્ટેમ્બર થી તા. 30 સપ્ટેમ્બર સુધી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે જે સ્પધૉ નો પ્રારંભ સોમવારે પાટણ નગર પાલિકા પ્રમુખ અને જિલ્લા શિક્ષણાધિકારી ની ઉપસ્થિત વચ્ચે કરવામાં આવ્યો હતો. આ સ્પધૉ મા કુલ 32 ટીમોએ ભાગ લેવા માટે રજિસ્ટ્રેશન કરાવ્યું છે.

પાટણ ના સરદાર પટેલ રમત ગમત સંકુલ ખાતે રાજયકક્ષાની શાળાકીય બહેનો ની બાસ્કેટ બોલ સ્પધૉ ના પ્રારંભ પ્રસંગે ઉપસ્થિત રહેલા પાલિકા પ્રમુખ હિરલબેન પરમારે દરેક ટીમના ખેલાડીઓ ને શુભેચ્છાઓ પાઠવી સ્પધૉ મા હાર કે જીત નિશ્ચિત હોય છે પરંતુ દરેક ટીમે સ્પધૉ મા ખેલદિલી પૂવૅક ભાગ લેવો જોઈએે તેવી અપીલ કરી હતી. પાટણ ખાતે આયોજિત રાજ્ય કક્ષા ની શાળાકીય બહેનો ની અંડર 14,17 અને અં.19 બહેનો ની બાસ્કેટ બોલ સ્પર્ધા માં વિજેતા બનનાર ટીમ ના ખેલાડીઓનું સિલેક્શન કરી તે ટીમ રાજ્યકક્ષા નું પ્રતિનિધિત્વ કરી નેશનલ કક્ષાએ આયોજિત સ્પર્ધા માટે રમવા જશે.

રમત ગમત સંકુલ ખાતે આયોજિત બાસ્કેટ બોલ સ્પર્ધા સ્થળે કોઈ ખેલાડી ઈજાગ્રસ્ત બને તો તેને તાત્કાલિક સારવાર ઉપલબ્ધ બની રહે તે માટે સ્થળ પર તાલુકા આરોગ્યની ટીમ ને પણ તૈનાત કરાઈ છે. પાટણ ખાતે યોજાયેલ રાજ્ય કક્ષાની બાસ્કેટ બોલ સ્પર્ધાના પ્રારંભ પ્રસંગે જિલ્લા રમત ગમત અધિકારી નરેશભાઈ ચૌધરી, સરદાર પટેલ રમત ગમત વિકાસ અધિકારી કિરણ પટેલ,બાબુભાઈ ચૌધરી,પાટણ યુનિ શારીરિક શિક્ષણ વિભાગ પ્રોફેસર,બાસ્કેટ બોલ કોચ શમિષ્ઠાબેન ,રાજન પટેલ,વ્યાયામ મંડળ ના કુબેરભાઈ ચૌધરી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

અહેવાલ યશપાલ સ્વામી

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણ લોકસભા બેઠક પર ભાજપ દ્વારા ખેરાલુ ના ભરત ડાભી ને રિપીટ કરાયા…

શિક્ષણ,આરોગ્ય અને રેલ્વે સહિત પાટણ લોકસભા વિસ્તાર ની સમસ્યાનું...