પાટણ તા. ૧
મૂળ રાજસ્થાનમાં અને ભારતીય સેનામાં છેલ્લા 28 વર્ષ સુધી વિવિધ રાજ્યોમાં દેશની સેવા માટે ઉત્કૃષ્ટ ફરજ બજાવી કારગિલ યુદ્ધમાં પણ ભાગ લઈને દેશની રક્ષા કરી હતી .તેવા આર્મી જવાન સેવા નિવૃત્ત થતા અને પોતાના માદરે વતન રાજસ્થાન જઈ રહ્યા હતા .ત્યારે પાટણમાં તેમની બહેન અને બનેવી રહેતા હોય તેમના ઘરે પધારતા સોસાયટીના ઉપસ્થિત રહીશો , સ્નેહીજનો અને નિવૃત આર્મી જવાનો દ્વારા સ્વાગત અને સન્માન કરવામાં આવ્યું હતું .
ભારતીય સેના માં ફરજ બજાવતા પુનમસિંહ લૂમસિંહ ચૌહાણ ગામ ટોડગઢ તા. ટોડગઢ. જી બ્યાવર , રાજસ્થાન ના રહેવાસી જેઓ છેલ્લા 28 વર્ષ સુધી ભારતીય સેનામાં નોકરી કરીને દેશની રક્ષા કરી ગત રોજ સેવા નિવૃત થતા તેમને આર્મી જનરલ દ્વારા બેસ્ટ આર્મી મેન તરીકે સન્માનિત કરવામાં આવ્યા હતા. તેઓ છેલ્લા 28 વર્ષ માં ભારતીય સેના માં આર્ટલરી વિભાગ માં ફરજ બજાવી ને અનેક સિદ્ધિઓ મેળવી હતી .તેમજ તેઓ કારગિલ યુદ્ધ સમયે પાકિસ્તાન સામેની લડાઈ માં ભાગ લીધો હતો .
તેમના પર દાદા ,દાદા અને પિતાજી પણ ફોજ માં સેવા બજાવેલ છે .આમ તેમની પરિવારની ચોથી પેઢી માં તેઓ ભારતીય સેના માં ફરજ બજાવી ને સેવા નિવૃત થતા ખૂબજ આનંદ ની લાગણી વ્યક્ત કરી હતી. ભારતીય સેના માંથી નિવૃત થઈ ને આજે તેઓ પોતાના માદરે વતન રાજસ્થાન જઈ રહ્યા હતા. ત્યારે પાટણ ની ગજાનદ સોસાયટી માં રહેતા તેમના બહેન અને તેમના જીજાજી ના ઘરે પધારતા ગજાનંદ સોસાયટી ના રહીશો તેમજ સ્નેહીજનો ,નિવૃત આર્મી જવાનો ,બહેનો ,ભાઈઓ દ્વારા ઢોલ નગારા સાથે તેમનું ભવ્ય સ્વાગત અને બહુમાન કરવામાં આવ્યું હતું.અને ભારત માતાકી જય ,જય હિન્દ જેવા નારા લગાવ્યા હતા અને ફુલહાર પહેરાવી સાલ ઓઢાડી શ્રીફળ અને સાકર આપીને ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું .નિવૃત્ત આર્મી જવાને આજના યુવાનો ને દેશ ની રક્ષા માટે ફોજ મા ભરતી થવા આહવાન કર્યું હતું.
અહેવાલ યશપાલ સ્વામી