પાટણ તા.14
ગુજરાત સરકારના વિજ્ઞાન અને પ્રોદ્યોગિકી વિભાગના નેજા હેઠળ કાર્યરત ગુજકોસ્ટ દ્વારા સ્થાપિત પાટણના રિજીયોનલ સાયન્સ સેન્ટર ખાતે તા. 14 ઓક્ટોમ્બર 2023 ના રોજ સૂર્યગ્રહણ નિમિત્તે જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં 50 થી વધુ સહભાગીઓએ ભાગ લીધો હતો. સાયન્ટિફિક-શો ના માધ્યમથી જાણવામાં આવ્યું કે જ્યારે ચંદ્ર , પૃથ્વી અને સૂર્ય વચ્ચે આવે અથવા ચંદ્ર સૂર્યની સામેથી પસાર થાય છે અને તેના પ્રકાશને અસ્થાયી રૂપે પૃથ્વી પર અવરોધે છે ત્યારે સૂર્યગ્રહણ થાય છે. આજનું સૂર્યગ્રહણ એક વલયાકાર સૂર્યગ્રહણ હશે, જેને ‘રિંગ ઓફ ફાયર’ તરીકે પણ ઓળખવામાં આવે છે તે રાત્રે 11.29 વાગ્યે શરૂ થશે અને લગભગ પાંચ મિનિટ સુધી ચાલશે જે ઉત્તરીય ગોળાર્ધ આવનાર દેશમાં જોવા મળશે જે ભારતમાં દેખાશે નહીં. ત્યારબાદ સહભાગીઓએ સાયન્સ સેન્ટરની પાંચ જુદી-જુદી ગેલેરીઓની મુલાકાત કરી અને 5-ડી થિયેટર તથા વર્ચ્યુઅલ રિયાલિટી જેવી અદ્યતન ટેકનોલોજી નિહાળી ખુબજ આનંદીત થયા હતા.
અહેવાલ યશપાલ સ્વામી