પાટણ તા. 27 પાટણ તાલુકાના રણુંજ ગામે પાણી પુરવઠા વિભાગ સંલગ્ન પીવાના પાણીની મોટર જે બાગ બગીચા વિસ્તારમાં આવેલ છે જે ધણા સમયથી બંધ છે જેના કારણે આ વિસ્તારમાં પાણી ની સમસ્યા ઉદભવતા લોકો ને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે
ત્યારે આ બાબતે ગ્રામજનો તથા ગ્રામપંચાયત દ્વારા સંલગ્ન વિભાગ મા રજુઆત કરેલ હોવાની સાથે સાથે પાટણ તાલુકા પંચાયત સામાજિક ન્યાય સમિતિ ના ચેરમેન નરેશભાઈ પરમારને રજુઆત કરતા તેઓએ ઉપરોક્ત સમસ્યા નુ તંત્ર દ્વારા કાયમી ધોરણે નિવારણ લાવવા વિનંતી સહ ભલામણ કરવામાં આવી હોવાનું તેઓએ જણાવ્યું હતું.
અહેવાલ યશપાલ સ્વામી