પાલિકા પ્રમુખ,કારોબારી ચેરમેન સહિત ના મહાનુ ભાવોએ ખાસ ઉપસ્થિત રહી પોસ્ટ સેવાની માહિતી પ્રાપ્ત કરી..
પાટણ તા. 29 સમગ્ર દેશ અને ગુજરાતમાં તમામ હેડ પોસ્ટઓફિસો સહિત વિસ્તારમાં પોસ્ટના ખાતેદારો અને ધારકો માટે વિવિધ યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે. ત્યારે પાટણ શહેરના રેલવે સ્ટેશન વિસ્તારમાં આવેલ હેડ પોસ્ટ ઓફિસ ખાતે પાટણ નગર પાલિકાના પ્રમુખ હિરલબેન અજયભાઈ પરમાર, કારોબારી ચેરમેન મુકેશભાઈ પટેલ સહિતના મહાનુભાવોની હાજરીમાં આપકા પોસ્ટ આપકે દ્રાર કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે મોટી સંખ્યામાં પાટણ હેડ પોસ્ટ ઓફિસના અધિકારીઓ, કર્મચારીઓ હાજર રહ્યા હતા.
આ પ્રસંગે પાટણ પોસ્ટ સુપ્રિટેન્ડેન્ટ હિતેશ એન. પ્રજાપતિએ જણાવ્યું હતું કે પાટણ હેડ પોસ્ટ ઓફિસ તેમજ પાટણ જિલ્લા અને શહેર તેમજ ગ્રામીણ વિસ્તારોમાં આવેલી મીની પોસ્ટઓફિસમાં ખાતેદાર અને નવા ધારકો માટે પોસ્ટ ઓફિસ બચત ખાતું, પાંચ વર્ષીય પોસ્ટ ઓફિસ રીકરીંગ થાપણ યોજના, પોસ્ટ ઓફિસ ટાઇમ ડિપોઝિટ ખાતા, સિનિયર સિટીઝન સેવિંગ ખાતા, માસિક આવક યોજના, નેશનલ સેવિંગ્સ સર્ટિફિકેટ,કિસાન વિકાસપત્ર,સુકન્યા સમૃદ્ધિ યોજના, મહિલા સન્માન સેવિંગ સર્ટિફિકેટ,પબ્લિક પ્રોવિડન્ડ ફંડ, અટલ પેન્શન યોજના,પ્રધાનમંત્રી જીવન અને દુર્ઘટના વીમા યોજના, પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના સહિત વિવિધ પ્રકારની યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે ત્યારે સમાજનો દરેક વર્ગ દેશના અર્થતંત્રમાં સહભાગી બને અને નાનામાં નાનો માણસ બેન્કિંગ સેવાનો લાભ સરળતાથી લઈ શકે તેમજ આર્થિક વ્યવહારમાં સલામતીનો અનુભવ કરી શકે તે હેતુથી ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંકની સેવાઓનો પ્રારંભ કરવામાં આવ્યો હોવાનું તેઓએ જણાવી ભારતીય ટપાલ ખાતાના વિશાળ માળખા ને ધ્યાનમાં લઈને આ માળખાનો ઉપયોગ જ્યાં બેન્કિંગ સેવાઓ ઉપલબ્ધ નથી ત્યાં પણ આ સેવાનો લાભ ભારતના દરેક નાગરિકને મળી રહે તેવા ઉમદા હેતુસર આ ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક આપકા બેંક આપકે દ્વારા અસ્તિત્વમાં આવી છે.
ત્યારે ગ્રામીણ ડાક સેવક અને પોસ્ટમેન દ્વારા ઘેર બેઠા નાણાકીય સેવાનો લાભ ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક દ્વારા આપવામાં આવશે.પાટણ જિલ્લા સહિત શહેરની હેડ પોસ્ટ ઓફિસ ખાતે આધારકાર્ડની નોંધણી અને સુધારણાની સુવિધા પણ ઉપલબ્ધ બનાવવામાં આવી હોવાનું જણાવી આવી સુવિધાઓનો સીધો લાભ પાટણ જિલ્લા અને શહેરના પ્રજાજનો લઈ શકે તે માટે પોસ્ટ ઓફિસની સુવિધાઓમાં વધારો કરવામાં આવ્યો હોવાનું પણ તેઓએ ઉમેર્યું હતું.
અહેવાલ યશપાલ સ્વામી