fbpx

પાટણ પાલિકાના નવનિયુક્ત પ્રમુખ નો ડોડીયા વાસના પરિવારજનો દ્વારા સન્માન કાર્યક્રમ યોજાયો..

Date:

ડોડીયા વાસના પરિવારજનોની લાગણી અને સન્માનનો પાલિકા પ્રમુખે આભાર વ્યક્ત કર્યો..

પાટણ તા. 29 પાટણ નગરપાલિકાના આગામી અઢી વર્ષ માટે ભારતીય જનતા પાર્ટીના મેન્ડેડ પરથી પ્રમુખ પદે સત્તારૂઢ બનેલા હિરલબેન અજયભાઈ પરમાર નો શહેરના વિવિધ સંગઠનો સહિત વિવિધ સમાજ દ્વારા સન્માન કાર્યક્રમ આયોજિત કરવામાં આવી રહ્યા છે ત્યારે પાટણ શહેરના મોતીસા દરવાજા પાસે આવેલા ડોડીયાવાસ ના ડોડીયા પરિવારના રહીશોએ પાલિકા ના નવનિયુક્ત પ્રમુખ હિરલબેન અજયભાઈ પરમાર ને સન્માનવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

પાટણ શહેરના મોતિસા દરવાજા થી પાલિકા પ્રમુખ હિરલબેન ને ડોડીયા પરિવાર દ્વારા ઢોલ નગારા સાથે વાજતે ગાજતે ડોડીયાવાસ મા લઈ જવામાં આવ્યા હતા જયા પાલિકા પ્રમુખ નું ડોડીયા સમાજના આગેવાન ઉત્તમભાઈ ડોડીયા સહિત સમગ્ર ડોડીયાવાસ ના પરિવારોએ શાલ,બુકે અને મોમેન્ટો આપી સન્માનિત કરવામાં આવતાં પાલિકા પ્રમુખે ડોડીયાવાસ ના રહિશોની લાગણી ને સરાહનીય લેખાવી આભાર ની લાગણી વ્યક્ત કરી હતી.

અહેવાલ યશપાલ સ્વામી

Share post:

Subscribe

Popular

More like this
Related

ચાણસ્મા તાલુકાના ફીંચાલ ગામ કન્યા કેળવણી શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો..

ચાણસ્મા તાલુકાના ફીંચાલ ગામ કન્યા કેળવણી શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો.. ~ #369News

પવિત્ર પુરુષોત્તમ માસમાં ભગવાન શ્રી પુરુષોત્તમજીને ચલણી નોટોની આંગી કરાઈ…

પાટણ તા. 26 ધર્મની નગરી પવિત્ર પાટણ શહેરમાં ધાર્મિક...

પાટણ એલસીબી ટીમે ચોરી ની સોલાર પ્લેટો સહિત રૂ. ૨.૨૨ લાખના મુદ્દામાલ સાથે ત્રણ શખ્સોને દબોચ્યા.

પાટણ તા. ૧રાધનપુર પો.સ્ટે.વિસ્તારના બંધવડ ગામેથી સોલાર પ્લાન્ટમાંથી ચોરી...