fbpx

હેમ.ઉ.ગુ.યુનિ પાટણ અને ટુરીઝમ કોર્પોરેશન ઓફ ગુજરાત લિમિટેડના સહયોગથી એકદિવસીય વકૅશોપ યોજાયો..

Date:

પાટણ તા. 29 હેમ. ઉ. ગુ. યુનિ. તથા ટુરીઝમ કોર્પોરેશન ઓફ ગુજરાત લિમિટેડના સહયોગથી આર્ટીસ્ટીક હેરિટેજ ઓફ ગુજરાત અંતર્ગત ઇન્સ્ટિટ્યૂટ ઓફ આર્કિટેચરમાં શુક્રવારે એકદિવસીય વર્કશોપ યોજાયો હતો. ગુજરાતની પ્રખ્યાત ચિત્રકલા ‘માતાની પછેડી’ પર યોજાયેલ એકદિવસીય વર્કશોપમાં વિદ્યાર્થીઓ એ ભાગ લીધો હતો. કળા ક્ષેત્રે ભારત ભવ્ય વારસો ધરાવે છે. ભારતની વિવિધ લોકકલા જેવી કે ફાડ કલા, ગોંડ કલા, મધુબની, વરલી, કલીઘાટ, પિછવાઈ, તાંજોર વગેરેની જેમ માતા ની પછેડી પણ ગુજરાતની પ્રખ્યાત લોકકલા છે. વિદ્યાર્થીઓ આ કળા વિષે માહિતગાર થાય અને પોતાની ક્રિએટિવિટીથી નવું સર્જન કરે તેવા ઉમદા હેતુથી આ ચિત્રકળાના વારસદાર ચિત્રકાર કિરણભાઈ ચિતારાએ માર્ગદર્શન કર્યું હતું.

700 વર્ષ થી વધારે જૂની આ કળા દેવીઓની પૂજા માટે કાપડ પર તેમના ચિત્રો બનાવવામાં આવતાઆને હરતું ફરતું મંદિર પણ કહેવાય છે. મોગલોના સમયમાં મંદિરો પર હુમલા થતાં જેના લીધે કાપડ પર માતાના ચિત્રો શરૂ થયાં જેથી સહેલાઈ થી અન્ય સ્થળે ખસેડી સકાય. હાલ ફક્ત દસ કુટુંબ જ આ કામ કરે છે. સરકાર આ કલાને પ્રોત્સાહન આપી રહી છે તથા તાજેતરમાં જી. આઈ. ટેગ મળેલ છે. વિદ્યાર્થીઓએ ખુબજ રસથી વર્કશોપ માં ભાગ લીધો અને આર્ટ વર્ક બનાવ્યું હતું.

ગુજરાત રમકડાં ક્ષેત્રે પણ ખ્યાતિ ધરાવે છે. ઉત્તર ગુજરાતનાં રમકડાંમાં ઇડરના ખરાડી લાકડાના રમકડાંનો વર્કશોપ તા. ૩૦-૯-૨૦૨૩ ના રોજ યોજાશે. પ્રખ્યાત રમકડાં બનાવનાર રાજેશભાઇ ખરાડી રમકડાંની બનાવટ, તેમાં વપરાતા સામગ્રી તથા સ્થાનિક રોજગારી વિષે માર્ગદર્શન આપશે. આ પ્રસંગે ડો. ચિરાગભાઈ પટેલ, ડાયરેક્ટર ફિજિકલ એજ્યુકેશન, યૂથ ઍન્ડ કલ્ચર એકટીવીટી તથા આર્કિટેકચર વિભાગના વડા પ્રોફે. મીરા ચતવાણી અને અન્ય અધ્યાપક અને અન્ય સ્ટાફ હાજર રહ્યા હતાં.

અહેવાલ યશપાલ સ્વામી

Share post:

Subscribe

Popular

More like this
Related

મતદાન જાગૃતિ અંગે ચાણસ્મા શહેરની શાળાના શિક્ષકો એ બાઈક રેલી યોજી…

પાટણ તા. ૪પાટણ જિલ્લામાં પણ સમગ્ર દેશની જેમ લોકસભા...

પાટણ યુનિવર્સિટીમાં ઉત્તરવહી-પુરાવણની ખરીદીમા ભષ્ટાચાર મામલે પાટણ ધારાસભ્ય ની ચિમકી..

તાત્કાલિક તપાસ પૂર્ણ કરી ગુનેગારો સામે ગુનો દાખલ કરવાની...