fbpx

વિવિધ સેવાકીય પ્રોજેક્ટ સાથે જન્મ દિવસની ઉજવણી કરતાં નગર સેવક મનોજભાઈ પટેલ..

Date:

મનોજભાઈ પટેલ ના જન્મ દિવસની શુભેચ્છાઓ વ્યકત કરતાં પાટણ ના પ્રબુદ્ધ નગરજનો…

પાટણ તા. 29 પાટણ વોર્ડ નંબર -1ના કોર્પોરેટર તથા પાટણ શહેર ભાજપના પુવૅ પ્રમુખ સાથે અનેકવિધ સેવાકીય, સામાજિક અને શૈક્ષણિક સંસ્થાઓ સાથે તન, મન અને ધનથી જોડાયેલા મનોજભાઈ ખોડીદાસ પટેલે શુક્રવારે પોતાના 56 મા વષૅ મા પ્રવેશ પ્રસંગની વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ સાથે ઉજવણી કરી પોતાના જન્મ દિવસની ઉજવણી ને યાદગાર બનાવી હતી. મનોજભાઈ પટેલે પોતાના જન્મ દિવસની વહેલી સવારે માતા-પિતા અને વડીલોની વંદના સાથે આશીર્વાદ મેળવ્યા હતા.

ત્યારબાદ અંબિકા શાકમાર્કેટ સ્થિત નારેશ્વર મહાદેવ મંદિરે પૂજા પાઠ, હરિઓમ ગૌશાળા ખાતે ગૌ માતાની પૂજા અર્ચના તથા ઘાસચારા માટે દાન, પાટણ મ્યુઝિયમ ખાતે વૃક્ષારોપણ,કાલકા રોડ પરના ચુડેલ માતા મંદિરની બાજુમાં પુસ્તકાલયનું પાલિકા પ્રમુખ ના વરદ હસ્તે લોકાર્પણ,વોર્ડ નંબર 1મા આવેલી 7 આંગણવાડી ના તમામ ભૂલકાઓ ને તિથિ ભોજન તથા ભેટ,જલારામ મંદિર ખાતે મીઠાઈ વિતરણ, પાલિકા ના સફાઈ કામદારો સાથે હોટલ ફુડ ઝોનમાં સમૂહ ભોજન, “શક્તિ પરિવાર પાટણ” દ્વારા દીર્ઘાયુષ્ય માટે ગાયત્રી હવન,સિવિલ હોસ્પિટલમાં ફ્રૂટ વિતરણ “શક્તિ પરિવાર પાટણ” તરફથી વોર્ડ નં.1 ના સ્લમ વિસ્તારમાં બિસ્કીટ વિતરણ, જીમખાના ગ્રાઉન્ડ ખાતે ક્રિકેટ મેચનું આયોજન,ચુડેલ માતાના મંદિર ખાતે મહાઆરતી તથા પ્રસાદ,56 કુવાશી ની પૂજા તથા

ભેટ સાથે જીમખાના ક્રિકેટ વિભાગ ના સભ્યો સાથે શુભેચ્છા મુલાકાત અને ” હેરિટેજ કરાઓકે ગ્રુપ ” તરફથી ગીત-સંગીત સંધ્યા કાર્યક્રમ જેવા વિવિધ કાર્યક્રમ યોજી મનોજભાઈ પટેલે તેમના જન્મ દિવસની ની ઉજવણી ને યાદગાર બનાવી હતી. તેઓના જન્મ દિવસની રાજકીય સામાજિક આગેવાનો, શૈક્ષણિક-સેવાકીય સંસ્થાઓના આગેવાનો, ડોકટરો,વકીલો અને પાટણ ના પ્રબુદ્ધ નગરજનોએ શુભકામનાઓ પાઠવી હતી.

અહેવાલ યશપાલ સ્વામી

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણ સિધ્ધપુર હાઇવે પરના તબેલામાં શ્રાવણીયો જુગાર રમતા 9 જુગારીયાઓ ઝડપાયા..

પોલીસે રોકડ રકમ સહિત મુદ્દા માલ સાથે રૂપિયા 5,19,900...

યુનિવર્સિટીના બીબીએ ભવન ખાતે વિદેશમાં કારકિર્દીની તક વિશે એક દિવસીય સેમિનારયોજાયો…

અમદાવાદના નિષ્ણાંત વક્તા દ્વારા 100 થી વધુ વિદ્યાર્થીઓને માર્ગદર્શન...

પાટણ ની ટી ડી સ્માર્ટ વિધાલય દ્રારા રાજસ્થાનનો શૈક્ષણિક પ્રવાસ યોજાયો..

પાટણ તા. ૭શ્રી પાટણ જૈન મંડળ સંચાલિત શ્રી ટી...