પાટણ- અનાવાડા માગૅ પર ઓટો રિક્ષા માં લઈ જવાતા વિદેશી દારૂના જથ્થા સાથે બુટલેગરને ઝડપી લેતી એલસીબી ટીમ..

પાટણ તા. ૧૨
પાટણ એલસીબી ટીમે બાતમીના આધારે પાટણ અનાવાડા માર્ગ પર પેટ્રોલ પંપ નજીકથી ઓટોરિક્ષામાં લઈ જવાતા વિદેશી દારૂ બીયર ના જથ્થા સાથે બુટલેગરને ઝડપી લઇ વિદેશી દારૂ બીયરની કુલ બોટલ ટીન નંગ- ૨૪૦ કી.રૂ. ૩૧૭૨૮ સહિત નો મુદામાલ જપ્ત કરી આગળ ની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.
આ બાબતે મળતી માહિતી મુજબ પાટણ જિલ્લા પોલીસ અધિક્ષક ડૉ.રવિન્દ્ર પટેલ નાઓએ આગામી લોકસભા ચુંટણી અનુસંધાને પાટણ જીલ્લા માંથી પ્રોહી લગત
ની ગે.કા.પ્રવુતિ દુર કરવા કરેલ સુચના આધારે પાટણ એલસીબીઈન્ચાર્જ પીઆઈ વી. આર. ચૌધરી નાઓએ મળેલ બાતમી આધારે અનાવાડા રોડ ઉપર પેટ્રોલપંપ નજીક નાકાબંધી કરી પેસેન્જર રીક્ષા નંબર GJ24W
6498 માંથી ગે.કા. વગર પાસ પરમીટનો ભારતીય બનાવટના વિદેશી દારૂ કુલ બોટલ ટીન નંગ-૨૪૦ કિં.રૂ. ૩૧,૭૨૮નો વિદેશી દારૂનો જથ્થો તથા રીક્ષા કિં.રૂ.૧,૦૦,૦૦૦/- તથા મોબાઇલ નંગ-૧ કી.રૂ.૫૦૦૦/- મળી કુલ કિંમત રૂ.૧,૩૬,૭૨૮/- ના મુદામાલ સાથે બુટલેગર ઝાલા વિપુલસિંહ ભીખાજી રહે.સુણસર, ઓબલીપુરા તા. ચાણસ્મા જી.પાટણની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હોવાનું પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું.

અહેવાલ યશપાલ શ્યામી