fbpx

સંગીતની નગરી પાટણ શહેર માં એક્સલેન્ટ મ્યુઝિક ગ્રુપ વડોદરા ની કરાઓકે સિંગીંગ ટીમે સંગીત રસીકોને મંત્રમુગ્ધ કર્યા ….

Date:

ખ્યાતનામ ગાયકો એ જુના તથા નવા ફિલ્મી ગીતો રજૂ કરી વાતાવરણ સંગીતમય બનાવ્યું..

પાટણ તા. 2 સંગીત નગરી પાટણ શહેરમાં રવિવારની ઢળતી સંધ્યાએ ટેલીફોન એક્સચેન્જ રોડ પર આવેલ સિધ્ધરાજ ક્રેડિટ સોસાયટી ના કોન્ફરન્સ હોલમાં મૂળ પાટણના વતની અને હાલમાં વડોદરા શહેરમાં સંગીત ક્ષેત્રે ઓળખ ઊભી કરનાર રોહિતભાઈ છોટાલાલ નખાશી ના એક્સલન્ટ મ્યુઝિક ગ્રુપ ની કરાઓકે ટીમ દ્વારા કરાઓકે ઈવનિંગ નું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સંગીત કલાકારો ડો.મયુરભાઈ ,હેમંતભાઈ શ્રીમાળી, હેમંતભાઈ ત્રિવેદી,રેણુકાબેન બ્રહ્મભટ્ટ, દીપકભાઈ શાહ, ક્ષિતિજ નખાશી, તન્મય નખાશી ,વિજયભાઈ પટેલ,શાંતિલાલરાઠોડ,અમદાવાદના હરીશભાઈ ચૌહાણ અને પાટણના જાણીતા ઇન્ટરનેશલ ગાયિકા અવનીબેન પ્રજાપતિ સહિત કમલેશભાઈ સ્વામી, સુનીતાબેન પ્રજાપતિ , કૃપાબેન પંડ્યા, અલ્પેશભાઈ પ્રજાપતિ દ્વારા જુના-નવા ફિલ્મી ગીતોની પ્રસ્તુતિ કરી ઉપસ્થિત સંગીત રસીકોને મંત્રમુગ્ધ કર્યા હતા.

વડોદરાના ખ્યાતનામ એક્સલન્ટ મ્યુઝિક ગ્રુપ દ્વારા સંગીતની નગરી પાટણમાં આયોજિત કરાયેલા કરાઓકેના આ ગીત સંગીત મઢયા કાર્યક્રમમાં નરેન્દ્રભાઈ પ્રજાપતિ,ડો.જયેશભાઈ પંચીવાલા,ડૉ.હરેશભાઈ નખાશી, અમદાવાદના નટુભાઈ પ્રજાપતિ,હર્ષદભાઈપ્રજાપતિ,યશપાલભાઈ સ્વામી,ભરતભાઈ પંડ્યા, રશેસભાઈ ઠક્કર સહિત મોટી સંખ્યામાં સંગીતપ્રેમીઓએ ઉપસ્થિત રહી કાર્યક્રમને માણ્યો હતો.

અહેવાલ યશપાલ સ્વામી

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણ નગરપાલિકાના સત્તાધીશો દ્રારા લોકોની સુખાકારી ની રજૂઆત નહી સંભળાતા લોકો મા રોષ..

પાટણની નિષ્ફળ નગરપાલિકાની કામગીરી સામે લોકોમાં ઉઠી અનેક ફરિયાદો… પાટણની...

પાટણ શહેરના વિવિધ વિસ્તારો માંથી ચૈત્રી પૂનમે મા બહુચરના દર્શન કરવા પગપાળા યાત્રા સંઘો પ્રસ્થાન પામ્યા..

પાટણ શહેરના વિવિધ વિસ્તારો માંથી ચૈત્રી પૂનમે મા બહુચરના દર્શન કરવા પગપાળા યાત્રા સંઘો પ્રસ્થાન પામ્યા.. ~ #369News

અનાવાડા- ખારીવાવડીના રૂ. 2 કરોડના ખર્ચે બનનાર નવીન માગૅ ના કામનો શુભારંભ કરાયો..

જિલ્લા પંચાયત પ્રમુખ સહિત ભાજપ આગેવાનો ,કાર્યકરો અને ગ્રામજનો...