પાટણ તા.3 શ્રીમતી કેસરબાઈ કીલાચંદ સરકારી કન્યા વિદ્યાલય – પાટણ અને શ્રીમંત ફતેહસિંહ લાયબ્રેરીના સહયોગથી ગાંધી જયંતી નિમિત્તે કવિ સંમેલન નું આયોજન કરવામાં આવ્યું હતું. મહાત્મા ગાંધીજીની 154મી જન્મ જયંતીની ઉજવણીના ભાગ રૂપે આયોજિત આ કવિ સંમેલનમાં જુદા જુદા કવિઓએ પોતાની સ્વ-રચનાઓને વિવિધ શૈલીમાં રજુ કરી હતી. જેમાં નૈષધ મકવાણા (પૂર્વ જિલ્લા શિક્ષણા ધિકારી-પાટણ), ડૉ નિષાદ ઓઝાની તરન્નુંમ સાથેની કવિતા, ડૉ.કુલદીપ ઠક્કર, વિષ્ણુભાઇ પંચાલની બાળકે પૂછ્યું બાપુ ને કે બાપુ આજ મારે રજા તમારે રજા નહીં ? તે કવિતા હૃદય સ્પર્શી રહી, મનીષાબેન પટેલ,બાબુભાઈ નાયક,મંગળભાઈ રાવળ, સુમિત શાસ્ત્રી ( ડાયરેક્ટર – Regional science center), ધરમસિંહ અને સંચાલનની જવાબદારી જેમના શીરે હતી તેવા પાટણના નગીન ભાઈ ડોડીયાએ શબ્દે શબ્દે સૌને ભીંજવી દીધા હતાં.
ત્યારબાદ પાટણ જિ. શિ.અધિકારી કચેરીના નિવૃત્ત કનિયાન અધિકારી સુરેશભાઈનું સન્માન નૈષધભાઈ એ કરી તેમના કાર્યોને બિરદાવ્યા હતાં.આ કવિ સંમેલનને સફળ બનાવવા અને સુવ્યવસ્થા ગોઠવાય તે માટે શાળાના આચાર્ય ડો. દિનેશભાઈ પ્રજાપતિ, ડૉ.શૈલેષભાઈ સોમપુરા,લાયબ્રેરીના સદસ્યો અને શાળાના શિક્ષક ગણે ખૂબજ જહેમત ઉઠાવી હતી. કાર્યક્રમનું સંચાલન નગીન ભાઈ ડોડિયાએ કરેલ અને કાર્યક્રમની પૂર્ણાહુતિ માં ” મારું જીવન એ મારી વાણી એ ગીત રજૂ કર્યા બાદ આભારવિધિ કમલેશ સ્વામી દ્વારા કરવામાં આવી હતી.
અહેવાલ યશપાલ સ્વામી