fbpx

પાટણ પાલિકા વિસ્તારમાં આવતાં હાસાપુર-બોરસણ લીંક રોડ પર છેલ્લા બે માસથી ઉભરાતી ભૂગર્ભ ગટરની સમસ્યા..

Date:

પાલિકા સત્તાધીશો સમક્ષ અનેક રજૂઆતો છતાં પરિણામ શૂન્ય..

ભૂગર્ભ ગટર નાં પ્રશ્ને વિસ્તારના રહીશો પાલિકા ને બાન માં લે તેવી સંભાવના પ્રબળ બની

પાટણ તા.૧૦
પાટણ નગરપાલિકા વિસ્તારમાં આવતા હાસાપુર-બોરસણ લીંક રોડ પર છેલ્લા બે મહિનાથી ભૂગર્ભ ગટર નાં દુષિત પાણી રેલાઈ રહ્યાં છે છતાં નગરપાલિકા નાં સતાધીશો કે ભૂગર્ભ ગટર નાં ઠેકેદાર દ્વારા આ સમસ્યાનો ઉકેલ લાવવામાં ઉદાસીનતા દાખવતા વિસ્તારના લોકો માં તંત્ર પ્રત્યે રોષ જોવા મળી રહ્યો છે.

પાટણ નગરપાલિકા દ્વારા આરંભે સુરા ની જેમ કોઈ પણ પ્રકારના આયોજન વગર કે શહેરી વિસ્તારની સમતળ કામગીરી નું નિરિક્ષણ કયૉ વીના શહેરને સ્વચ્છ અને સુંદર બનાવવાના અભરકા સાથે શહેરની ખુલ્લી ગટરો બંધ કરી ભૂગર્ભ ગટર યોજના અમલી બનાવી હતી પરંતુ શહેરના મોટાભાગના વિસ્તારોમાં આયોજન વગર કાયૅરત કરવામાં આવેલ ભૂગર્ભ ગટરો અવાર નવાર ચોક અપ બનવાની સમસ્યા ઉદભવતી હોય છે જેનાં કારણે માર્ગો પર દુષિત પાણી રેલાવાની સાથે અસહ્ય દુર્ગંધ ને લીધે માગૅ પરથી પસાર થતા રાહદારીઓ અને વાહનચાલકો સહિત વિસ્તારના રહીશો ને મોઢા ઉપર રૂમાલ બાંધવાની ફરજ પડી રહી છે તો દુષિત પાણીના કારણે મચ્છર જન્ય જીવજંતુ નો ઉપદ્રવ વધતાં લોકો માં રોગચાળો ફેલાવાની ભીતી પણ સેવાઈ રહી છે ત્યારે છેલ્લા બે મહિનાથી પાલિકા હદ વિસ્તારમાં આવતાં હાસાપુર થી બોરસણ તરફ જવાના લીંક રોડ પર ઉભરાતી ભૂગર્ભ ગટરની સમસ્યાને કારણે વિસ્તારના રહીશો સહિત આ માગૅ પરથી પસાર થતા રાહદારીઓ અને વાહનચાલકો અનેક યાતનાઓ ભોગવી રહ્યા છે ત્યારે આ બાબતે આ વિસ્તારના કોર્પોરેટરો સહિત નગરપાલિકાના સત્તાધીશો સાથે ભૂગર્ભ ગટર શાખા નાં ચેરમેન નું અનેક વખત ધ્યાન દોરવા છતાં આજદિન સુધી આ સમસ્યાનો ઉકેલ નહીં આવતાં લોકોમાં પાલિકા ની કામગીરી સામે રોષ જોવા મળી રહ્યો છે તો આ સમસ્યા બાબતે પાલિકાના પૂર્વ કોર્પોરેટર દ્વારા પણ સોશ્યલ મીડિયા નાં માધ્યમથી અવાર નવાર વિડિયો ક્લિપ વાયરલ કરી પાલિકા નાં સતાધીશો ને ઢંઢોળવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવા છતાં કુંભકર્ણની નિંદ્રામાંથી પાલિકા સત્તાધીશો બહાર ન આવતાં આગામી દિવસોમાં આ વિસ્તારના રહીશો ભૂગર્ભ ગટર નાં પ્રશ્ને પાલિકાને બાન માં લે તેવી સંભાવના પ્રબળ બનવા પામી છે.

Share post:

Subscribe

Popular

More like this
Related

સિદ્ધપુર નગરપાલિકાના પ્રમુખ પદે ત્રણ મહિલા સદસ્યાઓની દાવેદારી..

કેબિનેટ મંત્રી ની ભલામણ કામ આવશે કે પછી ભાજપનું...

હિટ વેવ ને ધ્યાનમાં રાખીને પાટણ એ પી એમ સી ના ચેરમેન ની અપીલ…

પાટણ તા. ૨૪એ.પી.એમ.સી પાટણ ના ચેરમેન સ્નેહલભાઈ પટેલે હવામાન...

સિધ્ધપુર ના ગાગલાસણ નજીક થી મોટી માત્રામાં વિદેશી દારૂ-બિયર નો જથથો ઝડપતી ભુજ સાયબર સેલ ટીમ..

સિધ્ધપુર ના ગાગલાસણ નજીક થી મોટી માત્રામાં વિદેશી દારૂ-બિયર નો જથથો ઝડપતી ભુજ સાયબર સેલ ટીમ.. ~ #369News