પાટણ તા. 4 જિલ્લા બાળ સુરક્ષા એકમ, પાટણ દ્વારા “મહાત્મા ગાંધી જયંતીની ઉજવણી” સંદર્ભે 2 જી ઓક્ટોબર થી 10 મી ઓક્ટોબર સુધી વિવિધ વિભાગો સાથે સંકલન કરી શેરીના બાળકો માટે બચાવ અને પુનર્વસનની કામગીરી હાથ ધરવામાં આવી છે. રાષ્ટ્રીય બાળ અધિકાર સંરક્ષણ આયોગ (NCPCR) નવી દિલ્હી દ્વારા સુપ્રીમ કોર્ટના SMWP (C) No.6/2021 માં ચિલ્ડ્રન ઇન સ્ટ્રીટ સિચ્યુએશનમાં શેરીની પરિસ્થિતિમાં બાળકોના મુદ્દાઓ SUO-MOTO માં ધ્યાને લઈ ચિલ્ડ્રન ઇન સ્ટ્રીટ સિચ્યુએશન પરિસ્થિતિઓમાં બાળકોને ઓળખવા,બચાવવા અને પુનર્વસન કરવા અને આ બાળકોનો ડેટા રાષ્ટ્રીય બાળ અધિકાર સંરક્ષણ આયોગ (NCPCR) ના બાલ સ્વરાજ પોર્ટલ- CISS પોર્ટલ પર અપલોડ કરવા માટે નિર્દેશો આપેલ છે. હાલ NCPCR એ CPCR એક્ટ, 2005 ના 13(1) હેઠળ “મહાત્મા ગાંધી જયંતિ” ના અવસર પર બાળકોની સ્ટ્રીટ સિચ્યુએશન (CISS) માટે અગામી 2 થી 10 ઓક્ટોબર 2023 સુધીમાં અગાઉની ડ્રાઈવમાં ઓળખાયેલા અને નવા હોટસ્પોટ્સ વિસ્તારમાં બચાવ અને પુનર્વસન કામગીરી હાથ ધરવાની થાય છે.
જે સંદર્ભે પાટણ જિલ્લામાં ચિલ્ડ્રન ઇન સ્ટ્રીટ સિચ્યુએશન CISS ડ્રાઇવમાં ઓળખ થયેલ વિવિધ વિસ્તાર જેવા કે હાંસાપુર, બકારાતપુરા, ન્યુ એ.પી.એમ.સી, પીતાંબર તળાવ, માખણીયાપુરા, મીરા દરવાજા, ઓડવાસ, રોટરીનગર વગેરે જગ્યાએ આશ્રય લઇ રહેલા કાળજી અને રક્ષણની જરૂરિયાતવાળા બાળકો તથા તેના પરિવારની બચાવ અને પુનર્વસન અર્થે આરોગ્ય, શિક્ષણ, રહેઠાણ, ચાઈલ્ડ લાઈન 1098, વ્યસન મુક્તિ, મફત અને કાનૂની સેવાઓ, સુરક્ષા અને પુન:સ્થાપન વગેરે જેવી કામગીરી હાથ ધરવામાં આવી છે. જેમાં આરોગ્ય વિભાગ દ્વારા તમામ જગ્યાએ આરોગ્ય ચકાસણી થાય તે હેતુથી આરોગ્ય તપાસ કેમ્પનું આયોજન હાંસાપુર વિસ્તાર થી શરુ કરવામાં આવેલ હતું. જેમાં તમામ બાળકો તથા પરિવારોની ખુબ જ કાળજી અને ચોકસાઈ પૂર્વક આરોગ્ય ચકાસણી કરવામાં આવી હતી. ત્યારબાદ નશા મુક્ત ભારત અભિયાન અંતર્ગત વ્યસન મુક્તિની વિગતવાર માહિતી આપવામાં આવી હતી. કાર્યક્રમમાં કેતનભાઈ પ્રજાપતિ – જિલ્લા બાળ સુરક્ષા અધિકારી તથા ટીમ તેમજ આરોગ્ય વિભાગમાંથી ડૉ. બીજલ મકવાણા અને સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા.
અહેવાલ યશપાલ સ્વામી