google.com, pub-6060226431668791, DIRECT, f08c47fec0942fa0

પાટણ નગરપાલિકાની વેરા શાખા દ્વારા ચતુર્થ વર્ષીય વષૅ 2024-25 ની મિલકત આકારણી ની કામગીરી હાથ ધરાઈ..

Date:

વેરા શાખા ની છ જુદી જુદી ટીમો દ્વારા વોડૅ નં. 1 વિસ્તાર માંથી આકારણીની કામગીરી શરૂ કરાઈ..

પાટણ તા. 4 પાટણ નગરપાલિકાની વેરા શાખા દ્વારા વર્ષ 2024-25 ની ચતુર્થ વર્ષીય મિલકત આકાણી ની કામગીરી નો પ્રારંભ કરવામાં આવ્યો છે. નગરપાલિકાની વેરા શાખા દ્વારા વોર્ડ નંબર એક વિસ્તારમાંથી મિલકત આકારણીના પ્રારંભમાં છ જેટલી ટીમો કામે લગાડવામાં આવી હોવાનું વેરા શાખા અધિકારી લક્ષ્મણભાઈ પટેલ જણાવ્યું હતું. પાટણ નગરપાલિકાની વેરા શાખા દ્વારા ચતુર્થ વર્ષીય 2024-25 ની મિલકત આકારણી બાબતે માહિતી આપતા વેરા શાખાના અધિકારીએ જણાવ્યું હતું કે છ ટીમો દ્વારા શહેરના વોર્ડ નંબર એક માંથી મિલકત આકારણીની શરૂઆત કરવામાં આવી છે. ટીમ દ્વારા મિલકતોની માપણી, મિલકતનો હેતુફેર, મિલકતનો ઉપયોગ, તેમજ નવી મિલકતો, મિલકતોમાં ફેરફાર જેવી બાબતો સ્થળ પર જઈને તપાસી સ્થળ પર તેની મેજર ટેપ થી માપણી કરી ચતુર્થ વર્ષીય આકારણી નો રિપોર્ટ તૈયાર કરવામાં આવી રહ્યો છે. વર્ષ 2024-25 ની ચતુર્થ વર્ષીય આકારણી ની અમલવારી આગામી વર્ષના વેરા મા અમલી બનશે તેવું વેરાશાખા ના અધિકારીએ જણાવ્યું હતું.

અહેવાલ યશપાલ સ્વામી

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણના નોરતા તળપદ પ્રાથમિક શાળામાં નિશુલ્ક આરોગ્ય કેમ્પ યોજાયો..

પાટણ તા. ૨૭નોરતા તળપદ પ્રાથમિક શાળામાં આરોગ્ય સેવા મંડળ...

અયોધ્યા માં ભગવાન શ્રી રામ લલ્લાના પ્રતિષ્ઠા મહોત્સવ ની મીનળપાકૅ સોસાયટીના રહીશો દ્વારા ઉજવણી કરવામાં આવી.

સોસાયટીના રહીશો દ્વારા પ્રભાતફેરી,યોગ,પ્રાણાયામ,યજ્ઞ,શોભાયાત્રા,મહા આરતી જેવા ધાર્મિક પ્રસંગો ઉજવાયા…પાટણ...

પાટણના શ્રી બાળા બહુચર માતાજીના મંદિરે મહા સુદ પૂનમે માતાજીની અસવારી નીકળી..

માતાજીની અસવારીના દર્શન માટે મોટી સંખ્યામાં મોઢ મોદી જ્ઞાતિ...