બગવાડા દરવાજા ખાતે ઈલેક્ટ્રોનિક તેમજ પ્રિન્ટ મીડિયા ના પત્રકારો એ પણ ધૂળેટી પર્વ ઉજવ્યો..
પાટણ તા. ૨૫
રંગોના પવિત્ર પવૅ ધૂળેટીની પાટણના નગરજનોએ ઉત્સાહ ઉમંગ સાથે ઉજવણી કરી પવૅ ને યાદગાર બનાવ્યો હતો. દરેક વ્યક્તિને પોતાના જીવનમાં રંગો સાથે અનોખો સંબંધ હોય છે દરેક ચીજવસ્તુઓની પસંદગીમાં રંગોની ભૂમિકા લોકો માટે અતિ મહત્ત્વની રહેલી છે.
રંગ એટલે આનંદ ઉમંગ અને ઉત્સાહ એટલે જ ધૂળેટી પર્વ નું લોકો મા અનેરૂ મહાત્મ્ય રહેલું છે ત્યારે રંગો નો તહેવાર ધૂળેટી પર્વ ગુજરાત, સહિત ભારતના વિવિધ રાજ્યોમાં એટલો જ લોકપ્રિય ઉત્સવ રહયો છે.
પાટણ વાસીઓએ રંગોત્સવના ધૂળેટી પર્વની હર્ષોલ્લાસભેર ઉજવણી કરી હતી.શહેરના ટેલિફોન એક્સ ચેન્જ રોડ પર આવેલ મિનળપાકૅ સોસાયટીમાં તમામ રહિશો એ એક બીજાને રંગબેરંગી રંગોથી રંગી દરેક નું જીવન રંગીન બને તેવી કામના વ્યકત કરી રાસ ગરબા સહિત હોળી ના ગીતો ઉપર નાચ ગાન કરી પાણી ના ટેન્કર દ્રારા સમુહ સ્નાન નો આનંદ માણી ધૂળેટી પર્વ ને યાદગાર બનાવ્યો હતો.
શહેર ના હિગળાચાચર નવરાત્રી મહોત્સવ ના યુવાનોએ પણ ધૂળેટી પર્વ નિમિત્તે હિગળાચાચર ચોકમાં સમૂહ ધૂળેટી પર્વ મનાવ્યો હતો. તો પાટણના ઈલેક્ટ્રોનિક તેમજ પ્રિન્ટ મીડિયા ના મિત્રો એ પણ બગ વાડા દરવાજા ખાતે એક બીજાને રંગબેરંગી રંગોથી રંગી ધૂળેટી ના આનંદને માણ્યો હતો.
પાટણ શહેર સહિત સમગ્ર જિલ્લામાં ધૂળ ભરેલી હોળી એટલે કે ધુળેટી ના મહાપર્વની વહેલી સવાર થી જ શહેરના વિવિધ વિસ્તારોમાં નાના ભૂલકાઓએ એકબીજા ઉપર પિચકારી વડે રંગ છાંટી ધૂળેટી પર્વની હર્ષોલ્લાસભેર ઉજવણી કરી હતી.રંગોત્સવ અને ધુળેટી ના મહાપર્વમાં સમગ્ર શહેર જાણે અવ નવા રંગો થી રંગાઇ ગયું હોય તેવો માહોલ ઠેર ઠેર જોવા મળ્યો હતો. શહેરના મોહલ્લા,પોળ અને સોસાયટી વિસ્તારો માં યુવાનો નાના ભૂલકાઓ અને વડીલો એ પરં પરાગત મુજબ રંગોત્સવ ના તહેવારને ઉત્સાહ ભેર મનાવ્યો હતો.
અહેવાલ યશપાલ સ્વામી