fbpx

શ્રાવણ માસના પ્રારંભે પાટણના શ્રી રોટલીએશ્વર મહાદેવને 11 હજાર રોટલી નો અભિષેક કરાયો.

Date:

પાટણ તા. ૫
પાટણ શહેર સહિત સમગ્ર જિલ્લામાં સોમવાર થી પવિત્ર શ્રાવણ માસનો ભકિતમય માહોલમાં પ્રારંભ થયો હતો. સોમવાર અને શ્રાવણ માસના પ્રારંભનો સંયોગ શિવભક્તો માટે અનેરૂ મહત્વ ધરાવે છે .ત્યારે  શ્રાવણ માસ પ્રથમ સોમવાર થીજ પાટણ શહેર સહિત સમગ્ર જિલ્લાનાં શિવમંદિરોમાં શિવભક્તો ભગવાનની પૂજા અર્ચના અને અભિષેક કરી ધન્યતા અનુભવી હતી.શિવજીનો આજે સોમવાર થી પવિત્ર શ્રાવણ માસનો વિધીવત રીતે પ્રારંભ થયો હતો.

ત્યારે શહેરના રોટલીયા હનુમાન મંદિર પરિસર માં રોટલીએશ્વર મહાદેવને શ્રાવણ માસ નિમિત્તે પ્રથમ સોમવારે 11,000 રોટલીનો અભિષેક કરવામાં આવ્યો હતો. તો સમગ્ર શ્રાવણ માસ નિમિત્તે 1. 11, 000 રોટલી નો અભિષેક કરવામાં આવશે. તેમ મંદિર ના ટ્રસ્ટી સ્નેહલભાઈ પટેલ જણાવ્યું હતું. શ્રાવણ માસમાં પ્રથમ સોમવારે પાટણ શહેરનાં હાંસાપુર લીંક રોડ પર શ્રી રોટલીયા હનુમાનજી દાદાનું ભવ્ય મંદિર આવેલું છે.

શ્રી રોટલીયા હનુમાનજી મંદિર નિર્માણનો મુખ્ય ઉદ્દેશ મુંગા જીવોની આંતરડી ઠારવાનો છે અને એ માટે જ આ મંદિરે ભક્તજનો દર્શને આવે ત્યારે દાદાને પ્રસાદ તરીકે માત્ર રોટલા કે રોટલી જ ચઢાવે છે અને એ પ્રસાદ રૂપે એક્ઠા થયેલા રોટલા-રોટલી સાંજે જિલ્લાની વિવિધ સીમ વિસ્તારના કુતરા, વાંદરા સહિત મુંગા પશુ-પક્ષીઓને ભોજન રૂપે અર્પણ કરવામાં આવે છે. ત્યારે આજે શિવજીનો પવિત્ર શ્રાવણ માસ તેમને પ્રિય એવા સોમવાર થી શરૂ થયો હોવાથી તેનું મહત્વ વિશેષ વધી જાય છે . ત્યારે રોટલીયા હનુમાન મંદિર માં હાલ માં સ્થાપિત કરાયેલ ચલિત શિવલીગ પર 11000 જેટલીરોટલી નો અભિષેક કરવામાં આવ્યો હતો. તો સમગ્ર શ્રાવણ માસ માં 1.11.000 રોટલી નો અભિષેક કરવામાં આવશે.

ભગવાન ભોળાનાથ ને અભિષેક કરાયેલ રોટલી નો પ્રસાદ પાટણ શહેર સહિત આજુબાજુના સીમ વિસ્તાર કુતરા, વાંદરા સહિત મુંગા પશુ- પક્ષીઓને ભોજનરૂપે અર્પણ કરવામાં આવે છે. મંદિર ના ટ્રસ્ટી સ્નેહલભાઈ પટેલે જણાવ્યું હતું કે બે ત્રણ વર્ષ પહેલાં અહીંયા રોટલીયા હનુમાન મંદિર ની સ્થાપ ના કરવામાં આવી હતી જ્યાં દાદા ને રોટલો કે રોટલીજ પ્રસાદ રૂપે ચડાવવામાં આવે છે. અહીં શ્રી ફળ કે બાકી નો કોઈ પણ પ્રકારનો પ્રસાદ ના ચડે એ પ્રકાર ની વ્યવસ્થા ઉપલબ્ધ બનાવવામાં આવી છે.

અહીંયા જેટલા ભક્તો આવે એ રોટલી કે રોટલાનો પ્રસાદ લઇ ને આવે અને દાદા ને ચઢાવે. શ્રાવણ મહિનો આવ્યો છે એ દરમ્યાન અહીં બધા ભક્તોની ઈચ્છા હતી કે અહીં શંકર દાદા નું શીવલીગ થાય એટલે અમે બધા ભેગા થઈ નર્મદેશ્વર અને ઓમ કારેશ્વર થી એક શીવલીગ લાવી અત્યારે હાલ ચલિત શિવલીગ સ્થાપના કરી અને ચલિત શીવ લીગ પણ એવું કે વિશ્વ માં બધા શિવ લીગ પર બીલીપત્ર કે બીજાનો અભિષેક થતો હોય છે. પરંતુ અહીં અમે જીવદયા નું સ્થાનક છે એટલે અમે બધા એ ભેગા મળી નક્કી કર્યું કે એવા એક શિવ લીગ નું સ્થાપન કરીએ કે જેના પર રોટલા કે રોટલી નો અભિષેક થાય અને એટલે જ આ મહાદેવ નું નામ રોટલેશ્વર મહાદેવ અપાયું છે. અને એના પર બીજું બધું અભિષેક કરવાની છુટ્ટી છે પણ આ શ્રાવણ મહિના માં 1.11,000 રોટલીનો શ્રાવણ માસ દરમ્યાન અભિષેક કરાશે.

આજે શ્રાવણ માસ ના પ્રથમ સોમવારે 11,000 રોટલીનો શિવ લીગ પર અભિષેક કરવામાં આવ્યો છે. અને આ જે રોટલીઓ નો અભિષેક કરવામાં આવ્યો છે તેનો સાંજે અબોલ જીવો ની આતરડી ઠારવા શિવજી નો પ્રસાદ ભોજન પ્રસાદ તરીકે પીરસવામાં આવેલ હોવાનું જણાવ્યું હતું.

Share post:

Subscribe

Popular

More like this
Related

રાધનપુર ધારાસભ્યએ પોતા ના મત વિસ્તાર ના ચતુર્થ વિધ કાર્યક્રમ માં હાજરી આપી..

સાતુના નવીન માર્ગ નું લોકાર્પણ, ધારાસભ્ય ની તુલા વિધિ,...

સમી-શંખેશ્વર હાઇવે પર ટ્રક પાછળ ધડાકાભેર કાર ઘૂસી જતાં ત્રણ યુવક નાં ઘટના સ્થળે જ મોત નિપજ્યા..

રક્ષાબંધન ના પવિત્ર દિવસે જ બહેનોએ ભાઈઓ ગુમાવતાં પરિવારજનોમાં...

પાટણ શહેર સહિત સમગ્ર જિલ્લામાં ભક્તિસભર માહોલમાં નવરાત્રી પર્વનો પ્રારંભ કરાયો..

મોહલ્લા પોળો અને સોસાયટી વિસ્તાર સહિત પાર્ટી પ્લોટોમાં માતાજીની...