fbpx

સ્વાવલંબી ભારત અભિયાન અંતર્ગત યુનિવર્સિટી ખાતે રાષ્ટ્રીય કક્ષાનો ગોષ્ઠિ કાર્યક્રમ યોજાયો..

Date:

વષૅ 2030 સુધીમાં ભારતને આત્મ નિભૅર બનાવવા દરેકે સ્વદેશી વસ્તુઓ જ ખરીદવી પડશે..

પાટણ તા. 3
સ્વાવલંબી ભારત અભિયાન અંતર્ગત શુક્રવારે ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના ખાતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.સ્વાવલંબી ભારત અભિયાન અંતર્ગત આયોજિત આ કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવો દ્રારા આગામી 2030 સુધીમાં ભારતને આત્મનિર્ભર બનાવવા માટે લોકોને બજાર માંથી સ્વદેશી ચીજ વસ્તુઓ ખરીદવા પર ભાર મૂકવામાં આવ્યો હતો.

યુનિવર્સિટીની એન.એસ.એસ શાખા દ્વારા સ્વાવલંબી ભારત અભિયાન અંતર્ગત આત્મ નિર્ભર ભારત અને રોજગારી લક્ષી જાગૃતતા માટે આયોજિત રાષ્ટ્રીય કક્ષાનો ગોષ્ટી કાર્યક્રમ માં સ્વદેશી જાગરણ મંચના સંયોજક કાશ્મીરી લાલજી મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત રહી એન એસ એસ ના સ્વયંસેવકો તેમજ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને આવનાર 6 વર્ષમાં ભારતને આત્મ નિર્ભર કેવી રીતે બનાવી શકાય તે વિષય ઉપર વિવિધ ઉદાહરણો સાથે વિસ્તૃતમાં માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

આ પ્રસંગે કા. કુલપતિ ડૉ.રોહિત દેસાઈ્ કા. રજિસ્ટ્રાર ડો. કે. કે. પટેલ સહિતના મહાનુભાવો અને હોદેદારો દ્વારા ભારતને આત્મ નિર્ભર બનાવવા માટે વિદ્યાર્થીઓને પોતાના કૌશલ્ય ઉપર ધ્યાન આપી નવું સ્ટાર્ટઅપ શરૂ કરી આત્મ નિર્ભર બનવા માટે પ્રેરણાત્મક પ્રવચન આપ્યું હતું.સાથે સમગ્ર કાર્યક્રમમાં ભારતને આત્મ નિર્ભર બનાવવા માટે બજારમાં સ્વદેશી વસ્તુઓ જ ખરીદવામાં આવે તે માટે અપીલ કરવામાં આવી હતી.આ કાર્યક્રમમાં ઈસી સભ્ય શૈલેષ પટેલ , અશોક શ્રોફ, પ્રો.આનંદ પટેલ સહિત ના સભ્યો અને મોટી સંખ્યામાં ઉ. ગુ ના વિધાર્થીઓ તેમજ વિધાર્થીનીઓ ઉપસ્થિત રહ્યા હતા.

અહેવાલ યશપાલ સ્વામી

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણ 108 ના ઈએમટી અને પાયલોટની સમયસર ની સારવારને લઈ એટેક ના દર્દીને નવજીવન મળ્યું..

હૃદય રોગના દર્દીને નવજીવન મળતા પરિવારજનોએ 108 ટીમ અને...

પાટણ યુનિ. ના લાઈફ સાયન્સ ના પ્રો.ડો.ધારૈયા ના માગૅદશૅન હેઠળ PHD કરી રહેલ વિધાર્થી ને અમેરિકાની યુનિ.ની રિસર્ચ ફેલોશીપ પ્રાપ્ત થઈ..

પાટણ યુનિ. ના લાઈફ સાયન્સ ના પ્રો.ડો.ધારૈયા ના માગૅદશૅન હેઠળ PHD કરી રહેલ વિધાર્થી ને અમેરિકાની યુનિ.ની રિસર્ચ ફેલોશીપ પ્રાપ્ત થઈ.. ~ #369News