પાટણ તા. 11
તા. 11 ઓક્ટોબર 2023 આંતરરાષ્ટ્રીય દીકરી દિવસની ઉજવણી નિમિત્તે ગુજરાત સરકાર મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા સશક્ત કિશોરી સુપોષિત ગુજરાત, બેટી બચાવો બેટી પઢાઓ તેમજ પુર્ણા યોજના હેઠળ પાટણ જિલ્લા ખાતે પાટણ નગરપાલિકા પ્રમુખ હિરલબેન પરમાર ની અધ્યક્ષતામાં કિશોરી મેળાનું આયોજન રંગભવન હોલ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણ ખાતે કરવામાં આવ્યુ હતુ.
કાર્યક્રમમાં મહિલા અને બાળ અધિકારી ની કચેરી દ્વારા બેટી બચાઓ બેટી પઢાઓ યોજના અંતર્ગત લાભાર્થીઓને દીકરી વધામણા કીટ આપવામાં આવી હતી. વ્હાલી દીકરી યોજના અંતર્ગત વહાલી દીકરીના મંજૂરી હુકમો એનાયત કરવામાં આવેલ તેમજ સંગીત અને કલા ક્ષેત્રે વિશિષ્ટ સિધ્ધી મેળવેલ દીકરીઓને મોમેન્ટો આપી મહેમાનો દ્વારા સન્માનીત કરવામાં આવી હતી.
ક્વિન હરીફાઈ માં પ્રથમ નંબરે આવેલ કિશોરીઓને મહેમાન દ્વારા મોમેન્ટો આપી સન્માનીત કર્યા બાદ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી દ્વારા પોષણ,એનીમિયા,કુપોષણ,આયર્ન ગોળી,હેલ્થી ફૂડ બાબતે દિકરીઓને માહિતગાર કરવામાં આવી હતી. તદુપરાંત સિગ્નેચર કેમ્પનું આયોજન પણ કરવામાં આવ્યું હતુ. ઉપસ્થિત મહેમાનો દ્વારા વિવિધ સ્ટોલની મુલાકાત લેવામાં આવી હતી.
કાર્યક્રમમાં નગરપાલિકાના પ્રમુખ હિરલબેન પરમાર,શહેર ભાજપ પ્રમુખ કિશોરભાઈ મહેશ્વરી,આઈ સી ડી એસ પ્રોગ્રામ ઓફિસર ગૌરીબેન સોલંકી , પાલિકા ઉપપ્રમુખ હિનાબેન શાહ, સહિત વિવિધ અધિકારીઓ તેમજ બહોળી સંખ્યામાં કિશોરીઓ ઉપસ્થિત રહી હતી.
અહેવાલ યશપાલ સ્વામી