પાટણ તા. 11
ભારત સરકારના પેય જળ અને સ્વચ્છતા વિભાગ દ્વારા તા.15 મી સપ્ટેમ્બર થી તા. 15મી ઓક્ટોબર ,2023 સુધી “સ્વચ્છતા હી સેવા” ઝુંબેશનું આયોજન કરવામાં આવ્યું છે. આ આયોજનમાં લોકભાગીદારી દ્વારા “સ્વચ્છતા હી સેવા-2023” સંકલ્પને સાર્થક કરવા “સ્વચ્છતા હી સેવા” અભિયાન દ્વારા સમગ્ર ગુજરાતને સ્વચ્છ- સુઘડ બનાવવાની નેમને ચરિતાર્થ કરવા સ્વછતા અભિયાન અન્વયે આગામી 8 અઠવાડિયા સુધી રાજ્ય
વ્યાપી સ્વચ્છતા સફાઈ અભિયાન હાથ ધરવામાં આવેલ છે.“સ્વચ્છતા હી સેવા-2023 અભિયાન પાટણ જિલ્લાના નગરપાલિકા પ્રમુખ હિરલબેન એ.પરમારે જણાવ્યું હતું કે આગામી સમયમાં “સ્વચ્છતા હી સેવા” અભિયાન પાટણ જિલ્લામાં શરૂ થવા જઈ રહ્યું છે ત્યારે હું પાટણ વાસીઓને અપીલ કરું છું કે તેઓ “સ્વચ્છતા હી સેવા” અભિયાનમાં જોડાશો.આ અભિયાનમાં હું લારી ગલ્લાથી માંડીને વેપારીઓને જોડાવા માટે અપીલ કરું છું તેઓ પોતાનો ભીનો કચરો, સુકો કચરો નગરપાલિકાની ગાડીમાં સૂચવ્યા મુજબ નિકાલ કરશો. કચરો ગમે ત્યાં રસ્તાઓમાં નાખશો નહીં. ત્યારે ચાલો આપણે સૌ પાટણ નગરપાલીકાને સ્વચ્છ અને સુંદર બનાવવા પ્રયત્ન કરીએ.પાટણ નગરપાલિકામાં સ્વચ્છતા હી સેવા” અભિયાન અંતર્ગત મિટીંગ યોજવામાં આવી હતી. આમ રાજ્ય સરકારના સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત નગરપાલિકા વિસ્તારમાં લોકભાગીદારી દ્વારા સ્વચ્છતા હી સેવા અભિયાન શરૂ થઈ રહ્યું છે.
અહેવાલ યશપાલ સ્વામી