google.com, pub-6060226431668791, DIRECT, f08c47fec0942fa0

પાટણ મા મણીભદ્ર હાઇટ્સ ના શુભારંભ પ્રસંગે માનવીય સેવાની સાથે સાથે અબોલ જીવો ની સેવા કરવામાં આવી ..

Date:

પાટણ તા. ૨૯
પાટણ શહેરમાં અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિ કરીને આગવી ઓળખ ઉભી કરનાર એક્ટિવ ગ્રૂપના સ્થાપક પ્રમુખ અને પાટણના જાણીતા બિલ્ડર દિલીપભાઈ પટેલ દ્વારા શહેરના બગવાડા દરવાજા નજીક નવ નિર્માણ કરાયેલા મણીભદ્ર હાઇટ્સના બુધવારે શુભારંભ પ્રસંગે વેપારીઓ સહિત પાટણ ના નગરજનોને સેવાકીય પ્રવૃત્તિ કરવાની પ્રેરણા મળે તેવા શુભ ઉદ્દેશ થી માનવજીવોની સાથે સાથે અબોલ જીવોની સેવાનો પ્રોજેક્ટ એક્ટિવ ગ્રુપના સહયોગથી કરવામાં આવ્યો હતો.
.

મણીભદ્ર હાઇટ્સ ના શુભારંભ પ્રસંગે બિલ્ડર દિલીપભાઈ પટેલ અને તેમની સમગ્ર ટીમ સાથે એક્ટિવ ગ્રુપના સભ્યોએ 500 લિટર ઠંડી છાશનું વિતરણ કરવાની સાથે સાથે અબોલ જીવો માટે પાણીની કુંડીઓ નું વિતરણ કરવામાં આવ્યું હતું.

પાટણ શહેર સહિત સમગ્ર જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી પડી રહેલી અસહ્ય ગરમીને ધ્યાનમાં રાખીને આયોજિત કરાયેલા માનવીય તેમજ જીવદયા ના આ સેવા પ્રોજેક્ટને પાટણના નગરજનોએ સરાહનીય લેખાવી દિલીપભાઈ પટેલ અને તેમની સમગ્ર ટીમ સાથે એક્ટિવ ગ્રુપને અભિનંદન પાઠવી મણીભદ્ર હાઇટ્સના શુભારંભ ની શુભેચ્છાઓ પાઠવી હતી.

આ પ્રસંગે પાટણ નગર પાલિકાના પૂર્વ પ્રમુખ અને નાગરિક બેંકના ચેરમેન મહેન્દ્રભાઈ પટેલ, પૂર્વ શહેર ભાજપ પ્રમુખ મનોજભાઈ પટેલ, વેપારી અગ્રણી અને નાગરિક બેંકના પૂર્વ ચેરમેન સુરેશ ભાઈ પટેલ, પાટણ નાગરિક બેંકના પૂર્વ મેનેજિંગ ડિરેક્ટર અતુલભાઇ પટેલ, યુનિ.ના પૂર્વ ઈસી મેમ્બર શૈલેષભાઈ પટેલ, પાટણ નગર પાલિકાના કારોબારી ચેરમેન મુકેશભાઈ જે.પટેલ, નાગરિક બેંકના ડિરેક્ટર હરેશભાઈ મોદી, પૂર્વ કોર્પો. આશિષ મોદી સહિત રાજકીય,સામાજિક આગેવાનો, ડોક્ટર મિત્રો, વકીલમિત્રો, વેપારી મિત્રો, બિલ્ડર મિત્રો,પત્રકાર મિત્રો સહિતનાઓ ઉપસ્થિત રહ્યા હતા.

Share post:

Subscribe

Popular

More like this
Related

શ્રી ખોડલધામ સંસ્થા ની પારદર્શિતા સૌથી મહત્વની છે : નરેશભાઈ પટેલ..

સંડેર મુકામે શ્રી ખોડલધામ ઉતર ગુજરાતના કન્વીનરો અને સભ્યો...

ધારણોજ ના સેવા ભાવી યુવા કાર્યકર મોહન ભાઈ રબારીનું પાટણ ક્રિષ્ના ગ્રુપે ગીતા નું પુસ્તક અર્પણ કરી બહુમાન કર્યું..

ધારણોજ ના સેવા ભાવી યુવા કાર્યકર મોહન ભાઈ રબારીનું પાટણ ક્રિષ્ના ગ્રુપે ગીતા નું પુસ્તક અર્પણ કરી બહુમાન કર્યું.. ~ #369News

રાજ્ય સરકાર દ્વારા પીવા ના પાણી ની ફરિયોદ માટે ટોલ ફ્રી નંબર કરાયો જાહેર

રાજ્ય સરકાર દ્વારા પીવાના પાણીની ફરિયાદો મેળવવા માટે ટોલ...

પાટણ શહેરના કાળકા રોડ પર આવેલા શ્રી પીપળાવાળી ચુડેલ માતા મંદિર પરિસર નો ભક્તિ સભર માહોલમાં પાટોત્સવ યોજાયો..

પાટણ શહેરના કાળકા રોડ પર આવેલા શ્રી પીપળાવાળી ચુડેલ માતા મંદિર પરિસર નો ભક્તિ સભર માહોલમાં પાટોત્સવ યોજાયો.. ~ #369News