fbpx

ઐતિહાસિક પાટણ પંથકના વસાઈ ગામે મકાનના પાયા ખોદતી વખતે પાંચ ફુટની ભગવાન બુધ્ધની પ્રતિમા નિકળી..

Date:

પાટણ તા. ૮
ઐતિહાસિક શહેર પાટણ પંથક માંથી ધરતી ઢંક ઈતિહાસ અવાર નવાર ઉજાગર થતો રહ્યો છે. ત્યારે ગતરોજ પાટણ થી દસ કિલોમીટર દૂર વસાઈ ગામે રહેતા ખુમાનસિહ વાઘેલાના નવીન બની રહેલ મકાનના પાયા ખોદકામની કામગીરી દરમિયાન બુધ્ધ ભગવાન ની સફેદ આરસ પથ્થર ની પાંચ ફુટની ઉંચાઈ ધરાવતી પ્રતિમા મળી આવતા અને આ બાબતે ગ્રામજનોને જાણ થતાં લોકો ખુમાનસિહ વાઘેલા ના નવીન બની રહેલ મકાનના સ્થળે પ્રતિમાને નિહાળવા ઉમટયા હતા.

વસાઈ ગામે મકાન માલિક વાઘેલા ખુમાનસિંહ ના પ્લોટ માંથી ભગવાન બુદ્ધ ની પાંચ ફૂટ ની આ પ્રતિમા મળતા ફરી એક વાર ઐતિહાસિક પાટણ પંથક નો ઈતિહાસ ઉજાગર થયો હોવાનો ગણગણાટ લોકો મા સાભળવા મળ્યો હતો. તો નાના બાળકો એ માટી માથી નિકળેલી ભગવાન બુધ્ધની પ્રતિમાને સ્વચ્છ પાણી થી સાફ કરી તેની પુજા અચૅના કરવામાં આવી હતી.

તો આ પ્રતિમા નિકળવાની ધટનાને ગ્રામજનોએ પવિત્ર લેખાવતા ખુમાનસિહ વાધેલાએ પણ પોતાના નવીન મકાનના પાયાના ખોદકામ દરમ્યાન નિકળેલી બુધ્ધ ભગવાન ની પ્રતિમાને લઈને પોતાની જાતને ધન્ય ભાગ લેખાવી હતી.

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણ ના ટીબી ત્રણ રસ્તા થી સિદ્ધપુર ચાર રસ્તા માગૅ પર બે ડમ્પર ચાલકોએ ત્રણ વાહનને ટક્કર મારી…

વાહન સવાર ડ્રાઇવર સહિત મુસાફરોને નજીવી ઇજાઓ પહોંચી… પાટણ તા....

પાટણ શહેર ના મોતીસા દરવાજા બહાર કહારનાથ સોસાયટી માં રહેતા પટ્ટણી યુવાન ને સોટૅ લાગતા મોત નીપજયુ..

પાટણ શહેર ના મોતીસા દરવાજા બહાર કહારનાથ સોસાયટી માં રહેતા પટ્ટણી યુવાન ને સોટૅ લાગતા મોત નીપજયુ.. ~ #369News