અકસ્માત સજૅનાર શિક્ષકો જ ઈજાગ્રસ્ત દંપતિ ને સારવાર માટે હોસ્પિટલ ખાતે લઈ ગયા.
પાટણ તા. 13
પાટણ શહેરના હાઈવે માગૅ પર પુરઝડપે પસાર થતાં વાહન ચાલકો અવાર નવાર નાના મોટા માગૅ અકસ્માત ના બનાવો સર્જતા હોય છે. અને આવા અકસ્માતોમાં અનેક નિર્દોષ માનવ જિંદગીઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત બનતા હોવાની સાથે સાથે ક્યારેક ક્યારેક કેટલાક લોકો મોતના મુખમાં ધકેલાતા હોય છે. ત્યારે આવોજ એક માગૅ અકસ્માત નો બનાવ પાટણ હારીજ રોડ પર અપડાઉન કરતાં શિક્ષકોની ગાડી એ સાઈબાબા મંદિર પાસે પોતાના ખેતરથી ધર તરફ બાઈક પર જઈ રહેલા દંપતિ ને હડફેટે લેતાં પાટણ શહેરના ખેતરવસી વિસ્તારમાં રહેતા બાઈક ચાલક પટેલ રામભાઈ ભગવાનદાસ ને ગંભીર ઈજાઓ પહોચી હતી.
જયારે બાઈક પાછળ બેઠેલા એમના પત્ની જડીબેન ને પણ પગના ભાગે ફ્રેક્ચર સાથે સામાન્ય ઈજાઓ થવા પામી હતી.જોકે આ અકસ્માતમાં ઈજાગ્રસ્ત બનેલા રામભાઈ પટેલ અને તેમની પત્ની જડીબેન ને અકસ્માત સજૅનાર શિક્ષકો જ સારવાર માટે હોસ્પિટલ ખાતે લઈ જતા ફરજ પરના તબીબે રામભાઈ પટેલ ને પ્રાથમિક સારવાર આપી તેઓની હાલત નાજુક હોય વધુ સારવાર માટે તેઓને મહેસાણા સારવાર માટે ખસેડાયા હોવાનું જાણવા મળ્યું છે.પાટણ હારીજ માગૅ પર સજૉયેલ અકસ્માત ની ધટના અંગે પોલીસ ફરિયાદ થઈ હોવાનું જાણી શકાયું નથી.
અહેવાલ યશપાલ સ્વામી