એનિમલ્સ એમ્બ્યુલન્સ ની ટીમ ને જાણ કરાતા તેઓએ તાત્કાલિક ગૌમાતાની સારવાર હાથ ધરી..
પાટણ તા.14
પાટણ શહેરમાં રખડતા ઢોરો જ્યાં ત્યાં ઉકરડામાં પડેલ ખોરાક આરોગતા હોવાના કારણે કયારેક ઢોરોને પોઈઝનિગ ની અસર થતી હોવાની સાથે આફરો ચડતો હોવાનું અને તેના કારણે આવા રખડતાં ઢોરોની હાલત દયનીય બનતી હોય છે.તો કેટલાક પશુપાલકો પણ પોતાના ઢોરો નું બે ટાઈમ દુધ દોહી રામ ભરોસે માગૅ પર રખડતાં મુકી દેતા હોય જેના કારણે જીવદયા પ્રેમીઓની લાગણી દુભાતી હોય છે.શહેરના ટેલિફોન એક્સચેન્જ રોડ પર એક રખડતાં ગૌમાતા ગંદકીના ઢગ માથી કોઈ એવી ખોરાકી વસ્તુ આરોગી જતા તેને પોઈઝનિગ ની અસર થતાં ગૌમાતા તરફડીયા મારતી જોવા મળતા આ વિસ્તારના જીવદયા પ્રેમીઓએ સરકાર દ્વારા કાયૅરત બનાવેલ એનિમલ એમ્બ્યુલન્સ વાનને કોલ કરતાં તેઓએ ધટના સ્થળે આવી પોઈઝનિગ ગ્રસ્ત ગૌમાતાની સારવાર હાથ ધરતા જીવદયા પ્રેમીઓએ એનિમલ્સ એમ્બ્યુલન્સ ની ટીમ ની અબોલજીવ પ્રત્યેની સંવેદનાને સરાહનીય લેખાવી હતી.
અહેવાલ યશપાલ સ્વામી